Savera Gujarat
Other

કેમ થઇ રહ્યો છે દેશના વિવિધ રાજ્યોમાં ભારતીય સેનામાં ભર્તી થવાની અગ્નિપથ યોજનાનો વિરોધ

દેશની સંપત્તિને કરોડોનું નુકશાન કરી કેટલાક અસામાજિક તત્વો અગ્નિપથ યોજના વિરોધનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૭
ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. યુવાઓને સેના સાથે જાેડવા અને સશસ્ત્ર સેનાઓના આધુનિકરણ માટે આ યોજના લાવવામાં આવી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે આ યોજનાની જાહેરાત કરી હતી જેના અંતર્ગત યુવાઓને ૪ વર્ષની સમયમર્યાદા માટે સેનામાં ભરતી કરવામાં આવશે. જાેકે, દેશના ઘણા રાજ્યોમાં આ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.
કેન્દ્રની અગ્નિપથ સેના ભરતી યોજનાને લઇને બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત સાત રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ યોજનાના વિરોધમાં કેટલીક જગ્યાઓએ ટ્રેનોમાં આગચંપી, સાર્વજનિક અને પોલીસની ગાડીઓને આગ લગાવવાની તેમજ સાર્વજનિક સ્થળો પર તોડફોળની ઘટનાઓ પણ સામે આવી છે. તો બીજી તરફ હરિયાણાના રોહતકમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે આપઘાત પણ કરી લીધો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે યુવાઓએ ૪ વર્ષ માટે ભરતી કરવામાં આવતી આ યોજનાને બંધ કરી અગાઉની જેમ કાયમી નોકરીની માંગ કરી છે. જાે કે, સરકારે કહ્યું કે, ૪ વર્ષ બાદ પણ યુવાનો પાસે નોકરીની તક રહેશે. પરંતુ અટવાયેલી ભરતીની માંગને લઇને વિરોધ પ્રદર્શન હિંસક સ્વરૂપ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ૧૪ જાન્યુઆરીએ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સેનામાં નવી ભરતી માટે ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષ વચ્ચે હોવી જાેઇએ. પરંતુ આ યોજનાના ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે ઉમેદવારની ઉંમર ૨૧ વર્ષની જગ્યાએ ૨૩ વર્ષ કરવામાં આવી છે. જાે કે, સરકારે ઉંમરની આ સીમા માત્ર આ વર્ષ માટે જ વધારી છે અને સરકારે આ યોજના હેઠળ થતી ભરતીની ઉંમર ૨૧ વર્ષની જગ્યાએ ૨૩ વર્ષ કરી દીધી છે.
આગામી છ મહિનામાં થલસેના ૨૫,૦૦૦ અગ્નિવીરની ભરતી કરશે, ત્યારબાદ બાકી ૧૫,૦૦૦ અગ્નિવીરોની ભરતી કરવાની શરૂ થશે. નૌસેનામાં પહેલા વર્ષે ૩,૦૦૦ અગ્નિવીરોની ભરતી, વાયુસેનામાં પહેલા વર્ષે આ યોજના હેઠળ ૩,૫૦૦ અગ્નિવીરની ભરતી કરવામાં આવશે. ૪ વર્ષની તૈયારી બાદ ૪ વર્ષની નોકરી અને પછી બેરોજગારી, કોરોનાના નામ પર દેશમાં ભરતી પ્રક્રિયા કરવામાં ન આવી. પરંતુ આ દરમિયાન બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા જેવા રાજ્યોમાં મોટી ચૂંટણી રેલી થઈ અને ચૂંટણી પણ. ફિજિકલ અને મેડિકલ છતાં ઓછામાં ઓછી ૧૦ પ્રક્રિયાને અધૂરી છોડવામાં આવી અને હવે તેમને રદ કરવામાં આવી છે. અગ્નિવીરોના બિલ્લા, બેજ અને ચિહ્ન સહિતનો રેન્ક પણ અલગ હશે. યુવાનોને ડર છે કે તેનાથી ભેદભાવ વધશે. – જે ૨૫ ટકા અગ્નિવીરોને આગામી ૧૫ વર્ષ માટે પસંદ કરવામાં આવશે તેમના માટે પણ કોઈ સ્પષ્ટ પારદર્શક પદ્ધતિ નથી.
જેઓ ઉદ્યોગસાહસિક બનાવા ઇચ્છે છે તેમને નાણાકીય પેકેજ અને બેંક લોન યોજના મળશે. આગળ અભ્યાસ કરવા ઇચ્છતા લોકોને ધોરણ ૧૨ સમકક્ષ પ્રમાણપત્રો અને વધુ અભ્યાસ માટે બ્રિજિંગ કોર્સ આપવામાં આવશે. નોકરી મેળવવા ઈચ્છતા લોકોને અને રાજ્ય પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમના માટે અન્ય ક્ષેત્રોમાં પણ અનેક રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે. રેગ્યુલર સૈનિકોની ટોટલ મંથલી સેલેરી ૨૫ હજાર રૂપિયા, જેમાંથી ઇન હેન્ડ સેલેરી ૨૧ હજાર ૭૦૦ રૂપિયા પ્રાપ્ત થશે, જ્યારે અગ્નિવીર સૈનિકોની પહેલા વર્ષે ટોટલ મંથલી સેલેરી ૩૦ હજાર રૂપિયા હશે, જેમાંથી ઇન હેન્ડ સેલેરી ૨૧ હજાર રૂપિયા પ્રાપ્ત થશે અને ચોથા વર્ષે ૪૦ હજાર રૂપિયા હશે, જેમાંથી ઇન હેન્ડ ૨૮ હજાર રૂપિયા પ્રાપ્ત થશે. રેગ્યુલર સૈનિકો માટે નોકરીની સમયમર્યાદા ૧૯ વર્ષ છે, જ્યારે અગ્નિવીર સૈનિકોને માત્ર ૪ વર્ષ નોકરી કરવાની રહેશે. રેગ્યુલર સૈનિકોને ૧૧ મહિના ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યારે અગ્નિવીર સૈનિકોને ૬ મહિના ટ્રેનિંગ આપવામાં આવશે. રેગ્યુલર સૈનિકોને આજીવન પેન્શન મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકોને પેન્શન યોજનાનો કોઈ લાભ મળશે નહીં. રેગ્યુલર સૈનિકોને ૨૦ લાખ રૂપિયાની ઇન્શ્યોરન્સ સુવિધા મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકોને ૪૮ લાખ રૂપિયાની ઇન્શ્યોરન્સ સુવિધા આપવામાં આવશે. શહિદ થવા પર રેગ્યુલર સૈનિકોને રેન્કના હિસાબથી ૨૫-૪૫ લાખ રૂપિયા મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકોને ૪૪ લાખ રૂપિયા, બાકી નોકરીના પૈસા અને સેવા ભંડોળના ૧૧.૭૧ લાખ રૂપિયા મળશે. રેગ્યુલર સૈનિકોને વર્ષમાં ૯૦ રજાઓ મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકો માટે રજા અંગે કોઈ સ્પષ્ટતા નથી. રેગ્યુલર સૈનિકોને આજીવન આર્મી કેન્ટીનની સુવિધા મળે છે, જ્યારે આગ્નિવીર સૈનિકોને માત્ર નોકરી સુધી જ આ સુવિધા મળશે. રેગ્યુલર સૈનિકોના બાળકોને આર્મી સ્કૂલની સુવિધા મળે છે, જ્યારે અગ્નિવીર સૈનિકો માટે આ મામલે કોઈ સ્પષ્ટતા નથી. રેગ્યુલર સૈનિકોને આજીવન મેડિકલ સુવિધા આપવામાં આવે છે, જ્યારે અગ્નિવીર સૈનિકોને માત્ર નોકરી સમયમર્યાદા સુધી આ સુવિધાનો લાભ મળશે.

Related posts

ગુજરાતના 12 IPS-SPS અધિકારીની બદલી

saveragujarat

૨૪ કલાકમાં દેશભરમાં કોવિડ-૧૯ના ૩૪૭૨૫૪ નવા કેસ નોંધાયા

saveragujarat

૨૦૦૦ રુપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચાઈ, બેંકમાં બદલી શકાશે

saveragujarat

Leave a Comment