Savera Gujarat
Other

ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી રળતાં ઘરવિહોણા શ્રમિકો માટે ગુજરાત સરકાર શ્રમ નિકેતન ઉભા કરશે

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૭
શ્રમિકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડે શ્રમનિકેન યોજના અમલમાં મૂકી. જે અંતર્ગત ઔદ્યોગિક વસાહતોમાં ૧૫ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવા ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોને શ્રમનિકેતન હોસ્ટેલની સુવિધા મળશે. હોસ્ટેલથી શ્રમિકોની રહેવાની સમસ્યાનો ઉકેલ આવશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં એમઓયુ થયા છે. આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ૭ માળની બનશે અને ૪૧૩૮ સ્કવેર મીટરમાં નિર્માણ પામશે. આ હોસ્ટેલ ૧૦ કરોડના ખર્ચે ૨૮ મહિનામાં ધોરણે બનશે, જેમાં ૧ હજારથી વધુ શ્રમિકો રહે તેવી સુવિધા હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે.
દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં કરાયા.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિ યાત્રા, દક્ષિણ ભારત” માં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે ત્રિવેન્દ્રમના સુપ્રખ્યાત જટાયુ અર્થ સેન્ટર તથા શ્રી પદ્મનાભ મંદિરને પુનિત પદરેણુથી પાવન કર્યું …

saveragujarat

અમદાવાદ ખાતે પ્રથમ વખત નવરાત્રીમાં “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું થશે આયોજન

saveragujarat

પંજાબમાં આપ પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે, હવે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસ કરશે.

saveragujarat

Leave a Comment