Savera Gujarat
Other

સિદ્ધાંતકપુરે ડ્રગ્સ લીધુ હતુ: મેડીકલ રીપોર્ટમાં કન્ફર્મ થયુ

મુંબઈ તા.14 : બોલીવુડ એકટર શ્રદ્ધાકપુરના ભાઈની ગઈકાલે ડ્રગ્સ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. મેડીકલ રિપોર્ટસ મુજબ સિદ્ધાંત કપુરે ડ્રગ્સ લીધુ હોવાનું સાબીત થયુ છે અને ત્યારબાદ ધરપકડ કરાઈ હતી. રવિવારે રાત્રે એક પાર્ટીમાં કથિત રીતે ડ્રગ્સ લીધુ હોવાનો ખુલાસો થયા બાદ બેંગ્લુરમાં સિદ્ધાંત કપુરની અટકાયત કરવામાં આવી હતી.
મુંબઈની એક પાર્ટીમાં 35 લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાકપુરના ભાઈ સિદ્ધાંતકપુરનું નામ સામે આવ્યુ હતું. મેડીકલ રીપોર્ટમાં પણ ડ્રગ્સનું સેવન કર્યુ હોવાનું સામે આવતા બેંગ્લુર પોલીસે ગઈકાલે તેની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. 35 લોકોની ધરપકડમાં 6 લોકોની સેમ્પલ પોઝીટીવ આવ્યા હતા. જેમાં સિદ્ધાંતકપુરનું નામ પણ હતું.

Related posts

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે ૧૦૦૦ રૂપિયા મળશે

saveragujarat

લીંબુના ભાવ ફરી વધ્યા : લોકલ દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000

saveragujarat

ગુજરાતમાં નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment