Savera Gujarat
Other

સુરતમાં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીનું અકસ્માત માં મોત

સવેરા ગુજરાત સુરત તા.૦૯  :આ વર્ષની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઘાતક બની રહી છે. જ્યારથી પરીક્ષા શરૂ થઈ છે, ત્યારથી વિદ્યાર્થીઓના મોત, તથા આત્મહત્યાના સમાચાર સતત મળી રહ્યાં છે. ત્યારે સુરતમાં બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે એક વિદ્યાર્થીનીનુ મોત નિપજ્યુ છે. પરીક્ષા આપવા જતા પહેલા જ વિદ્યાર્થી કાળનો ભોગ બની. પેપર આપવા જતા સમયે ડમ્પરે પાછળથી ટક્કર મારી ઈચ્છપોર વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો છે. 16 વર્ષીય પ્રગતિ નીતનભાઈ ધોરણ 10 માં અભ્યાસ કરે છે. આજે તેનુ હિન્દીનુ પેપર હતું. તે આજે સવારે હિન્દીનુ પેપર આપવા નીકળી હતી ત્યારે ભેસાણ ઈચ્છાપોર રોડ પાસે સવારે 10 વાગ્યાના સમયે તેનો અકસ્માત થયો હતો. એક ડમ્પરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને પાછળથી ટક્કર મારી હતી. આમ, ધોરણ 10 નું પરીક્ષા આપે તે પહેલાં જ અકસ્માતમાં પ્રગતિનુ મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ પ્રગતિના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તેના માતાપિતા આઘાતમાં સરી પડ્યા હતા. તો બીજી તરફ, સુરતના ગોડાદરા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ થકી ગાઢ પરિચયમાં આવેલા યુવકે 16 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે. સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે ઋષિનગર સોસાયટીમાં રહેતાં શક્તિ અનિરૂદ્ધ યાદવે તેની જ સોસાયટીમાં રહેતી એક 16 વર્ષીય સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. મિત્રતા બાદ બંને રોજેરોજ વાત કરવા લાગ્યા હતા અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. શક્તિએ સગીરાને લગ્નની લાલચ આપી તેને અવારનવાર બહાર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સગીરાને 3 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યુ હતુ. આ જાણી પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. આ અંગે તેણીને પૂછતાં સમગ્ર હકીકત વર્ણવી હતી. જ્યાં પરિવારે આ અંગે ગોદાદરા પોલીસ મથકમાં શક્તિ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદના આધારે પોલીસે નરાધમ શક્તિ યાદવને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

Related posts

૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

saveragujarat

પંજાબ વિધાનસભા ચુંટણી પરીણામ 2022: પટિયાલાથી કેપ્ટન અમરિંદર સિંઘની હાર

saveragujarat

કોવીડમાંથી સાજા થયેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ માટે ટ્રાન્સપ્લાન્ટ સુરક્ષિત છેઃ IKDRC

saveragujarat

Leave a Comment