Savera Gujarat
Other

શેરબજારમાં સેન્સેકસમાં 100 પોઈન્ટનો ઘટાડો

સવેરા ગુજરાત/ તા.૩૧:મુંબઈ શેરબજારમાં આજે નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે બેતરફી વધઘટે મિશ્ર વલણ રહ્યું હતું. માર્ચ વલણનો પણ છેલ્લો દિવસ હોવાના કારણે કોઈ મોટી મુવમેન્ટ આવી ન હતી. નિરશ માહોલમાં સેન્સેકસ 100 પોઈન્ટનો ઘટાડો સૂચવતો હતો.શેરબજારમાં આજે નાણાકીય વર્ષ તથા માર્ચ વલણનો છેલ્લો દિવસ હતો, બ્રોકરો, ઓપરેટરોને વેપાર કરતા હિસાબી સરવૈયા સરખા કરવામાં વધુ રસ હોય તેમ વેપાર પ્રમાણમાં ઓછા રહ્યા હતા. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આવતીકાલે રશિયા-યુક્રેન વચ્ચે નવેસરથી શાંતિ મંત્રણા થવાની છે તેની માર્કેટ પર સતત પડશે. મોંઘવારી આવતા દિવસોમાં કેટલી વધે છે તેની પણ અસર શકય છે.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 100 પોઈન્ટના ઘટાડાથી 58585 હતો જે ઉંચામાં 58890 તથા નીચામાં 58485 હતો. નીફટી 25 પોઈન્ટ ઘટીને 17472 હતો. તે ઉંચામાં 17559 તથા નીચામાં 17435 હતો. મુખ્ય શેરોમાં રીલાયન્સ, બજાજ ફીન સર્વિસ, ઈન્ફોસીસ, હિન્દાલ્કો, ડીવીઝ લેબ, વીપ્રો, ટાટા એલેકસી તૂટયા હતા. અદાણી ગ્રુપ ફરી લાઈટમાં આવ્યું હોય તેમ અદાણી વિલ્મર, અદાણી પાવર વગેરે ઉંચકાયા હતા. એચડીએફસી, હિન્દ લીવર, એકસીસ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, મહીન્દ્ર, ઈન્ડીયન ઓઈલ વગેરેમાં સુધારો હતો.

Related posts

રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે ઃ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે

saveragujarat

ધોરણ-૧૨ સા.પ્રવાહનું પરિણામ ૨૫મેથી ૫ જૂન વચ્ચે જાહેર થઈ શકે

saveragujarat

રખડતા ઢોરની જવાબદારી માલધારીની જ: હાઈકોર્ટ નો આદેશ

saveragujarat

Leave a Comment