Savera Gujarat
Other

ગુજરાત રાજ્યમાં આગામી ૨ મહિનામાં 41 લાખ વાહનો ભંગારમાં જશે

સવેરા ગુજરાત/ગાંધીનગર,તા. 24
રાજ્યમાં આગામી એક કે બે માસમાં વાહનોની સ્ક્રેપ પોલીસી આવશે. આજે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં વાહન વ્યવહારએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 15 વર્ષથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 41,20,451 છે અને તેમાં 26,45,959 મોટર સાઇકલ કે સ્કૂટર, 6,34,049 કાર, 1,15,552 ટ્રેક્ટર, 1,34,153 થ્રી વ્હીલર, 41,827 ગુડઝ થ્રી વ્હીલર અને 1,76,498 ટ્રકનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ 2,28,64,144 વાહનો નોંધાયા છે. અને આગામી એક કે બે માસમાં તેને સ્ક્રેપમાં મોકલવા અંગે સરકાર એક યોજના સાથે આવી રહી છે.

આ પ્રશ્નના જવાબમાં એવી માહિતી આપવામાં આવી કે રાજકોટ જિલ્લામાં કુલ 23,14,585 વાહનો નોંધાયેલા છે. તેમાં 6,83,099 મોટર સાઈકલ કે સ્કૂટર, 26,337 મોટર, 5033 ટ્રેક્ટર, 1792 પેસેન્જર થ્રી વ્હીલર, 7267 ગુડઝ થ્રી વ્હીલર, ગુડઝ કેરીયર 7574 એમ કુલ 7,36,429 વાહનો સ્ક્રેપમાં જશે. સૌથી વધુ વાહનો અમદાવાદમાં સ્ક્રેપમાં જવાના છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ સ્ક્રેપ પોલીસી કેન્દ્ર સાથે સહયોગ કરી જાહેરાત કરાશે.

કચ્છ તેમજ ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે પ્રક્રિયા ચાલુ છે અને એક વખત પોલીસી જાહેર થયા બાદ તેનો શક્ય તેટલો ઝડપી અમલ કરવામાં આવશે. આમ ગુજરાત એ સ્ક્રેપ પોલીસીના અમલ કરવામાં નંબરવન સ્ટેટ બનાવવાની સરકારની તૈયારી છે જેનાથી રાજ્યમાં રોજગારની તકો પણ વધશે અને જૂના વાહનો સ્ક્રેપમાં જવાથી ઇંધણનો વપરાશ ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે.

Related posts

હવાલાકાંડમાં બદનામ રાજકોટ પોલીસનો વધુ એક વિવાદમા ફસાઈ

saveragujarat

તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા

saveragujarat

અંબાજી ખાતે ધાર્મિક અને સેવાભાવી એવા હેમંતભાઈ દવે દ્વારા દશામાના વ્રત નું આગમન થતાં ૫૫૧ મૂર્તિઓ નું વિતરણ કરાયું

saveragujarat

Leave a Comment