Savera Gujarat
Other

આંદોલન સમયના કેસો પરત ખેંચવા કોળી સમાજ કરણી સેના પણ મેદાનમાં

સવેરા ગુજરાત/અમદવાદ,તા.24: તાજેતરમાં પાટીદાર સમાજે આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવાની માંગણી ઉઠાવ્યા બાદ કોળી સમાજ અને કરણી સેના પણ મેદાનમાં ઉતરી કેસો પાછો ખેંચવાની માંગણી બુલંદ બનાવી છે. કોંગ્રેસ કોળી સમાજના ધારાસભ્યો પુંજાભાઇ વંશ, વિપલ ચુડાસમા, ઋત્વિક મકવાણાએ એલઆરડી આંદોલન સહિતના અલગ અલગ 12 આંદોલનમાં કોળી સમાજના યુવાનો, ખેડુત પર થયેલા કેસો પરત ખેંચવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ રજુઆત કરી છે. ઉપરોકત ત્રણેય ધારાસભ્યોએ ગીર સોમનાથમાં તળાવ, સાણંદમાં નર્મદા પાણી, રાજુલા અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીએ ખેડુતો સામે કરેલા કેસ, સહિતના 12 જેટલા આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા માંગણી ઉઠાવી છે. આમ પાટીદાર સમાજ બાદ કોળી અને કરણી સેનાએ પણ આંદોલન સમયના કેસો પરત ખેંચવાની માંગનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

Related posts

અમદાવાદની શાન એવા સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં ચાર ચાંદ લાગશે

saveragujarat

શાહપુરમાં કરોડોના દાગીનાની લૂંટ કરનારા બેં ઝડપાઈ ગયા

saveragujarat

અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશોમાં વસતાં હિન્દુઓ પર હુમલા માટે પાકિસ્તાન જવાબદાર

saveragujarat

Leave a Comment