Savera Gujarat
Other

ભારતમાં એક એવુ મંદીર છે કે જ્યાં બળદની પુજા થાય છે. કચ્છમા આવેલુ છે નંદી મંદીર

સવેરા ગુજરાત/કચ્છ:-  ભારતમાં અનેક ધર્મો હળી મળીને રહે છે ત્યારે જ અહીં વિવિધ પ્રકારના ધર્મસ્થાન જોવા મળે છે. હિન્દુ ધર્મમાં પણ અનેક ભગવાન છે અને દરેકને ઠેર ઠેર મંદિરોમાં પૂજાય છે પણ શું આપણે વિચારી શકીએ કે ભારતમાં એક બળદનું પણ મંદિર આવેલું છે. હા, કચ્છના મુન્દ્રામાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા એક બળદના દેહાંત બાદ તેનું મંદિર બનાવવામાં આવ્યું છે જેની આજે પણ પૂજા કરવામાં આવે છે.

કચ્છના મુન્દ્રા તાલુકાના ગેલડા ગામના એક પશુપાલકનો ગોપાલ નામનો બળદ પગમાં ઇજા થતાં મુન્દ્રાના ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાધામ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. કાંકરેજ નસ્લનો ગોપાલ પોતાના વિશાળ કદ સાથે વિશાળ શિંગડા હોવા માટે મુલાકાતે આવતા લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તો આ વચ્ચે જ પગની સારવાર પૂરી થયા બાદ પણ તેના માલિકે લોકોને જોવા માટે તેને અહિંસાધામ ખાતે જ રાખવા આગ્રહ કર્યું હતું.

સંસ્થાના એક કાર્યકર મુજબ કાંકરેજ નસ્લના ગાય અને બળદ સ્વભાવે થોડા ક્રોધિત હોય છે પણ ગોપાલ ઘણો શાંત હતો અને તે જ કારણે બાળકોનો પણ પ્રિય હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગોપાલે સૌથી મોટા શિંગડા હોવાના કારણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તેના બંને શિંગડા 4.7 ફૂટ, એટલે કે 1.4 મીટર લાંબા હતા, તો શિંગડાનું પરિઘ પણ 2.7 ફીટ હતું.

ઉલ્લેખનીય છે કે ગોપાલને શિંગડાનું કેન્સર થતાં તબીબોને તેનો એક શિંગ કાઢવું પડ્યું હતું જે બાદ ગોપાલે તેનો બાકીનો જીવન એક શિંગ પર વિતાવ્યું હતું. 2012 સુધી ગોપાલે પોતાનું જીવન અહિંસાધામમાં જ નિર્વાહ કર્યું હતું જે બાદ અહીં તેનો મંદિર બનાવવામાં આવ્યું હતું. સંસ્થાના ગીરીશભાઈ નાગડા જણાવે છે કે આજે અનેક લોકો ગોપાલના મંદિરે દર્શન કરવા આવે છે અને લોકો અહીં માનતા માને છે, જે પૂરી થયા બાદ તેને છોડવા પણ અહીં ફરી આવે છે.

Related posts

મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી

saveragujarat

અમૃત કાળમાં બનાવીશું જનતાના સ્વપ્નનું ગુજરાત : ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડનની હત્યાનો પ્રયાસ

saveragujarat

Leave a Comment