Savera Gujarat
Other

મધ્યમ વર્ગના કરદાતાઓ માટે રાહતની જાહેરાત, કોઇ નવા કરવેરા ના ઝીંકાયા, પ્રોફેશનલ ટેક્સમાં રાહત, Gujarat Budget 2022

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ 2022 રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડનુ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં વિવિધ મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર તે મળી રહ્યા છે કે આ વર્ષ ચૂંટણીઓનું વર્ષ હોવાથી ગુજરાત બજેટમાં કોઈ નવા કરવેરા લાદવામાં આવ્યા નથી.

મધ્યમ વર્ગના કરદાતાઓને રાહતની જાહેરાત કરવામાં આવી છે. 560 કરોડની પૂરાંત સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 12 હજાર સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહીં લાગે..

આજે બજેટ 2022માં ગુજરાત સરકારે રુપિયા 12 હજાર સુધીનો પગાર મેળવનારા પગારદારોને રાહત આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યમાં 6000થી 8999 સુધીનો પગાર મેળવનાર પાસેથી 80 અને 9000 થી 11,999 સુધીનો પગાર મેળવનાર પગારદાર પાસેથી પ્રતિમહિને રૂપિયા 150 વ્યવસાય વેરો વસુલવામાં આવતો હતો. આગામી નાણાકીય વર્ષ 2022-2023થી  રૂપિયા 12000 સુધીનો પગાર મેળવનારા પગારદારોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

નાણાં પ્રધાન કનુ દેસાઈએ, વર્ષ 2022-23ના અંદાજપત્રમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 12 હજારના માસિક પગારમા વ્યવસાયીક વેરા પર મુક્તિ આપવાની પણ જાહેરાત નાણા પ્રધાને કરી છે. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

Related posts

મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ

saveragujarat

ગુજરાતના પ્રવાસે આવેલા જે.પી.નડ્ડાએ કહ્યું મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે

saveragujarat

31 વર્ષથી અમુલ સાથે સંકળાયેલા જયેન મહેતા બન્યા GCMMF ના નવા COO.

saveragujarat

Leave a Comment