Savera Gujarat
Other

હિંમતનગરના હડિયોલ ગામે પોલીયોની રસીના બે-ટીપાં પીવડાવતા જિલ્લાના સમાહર્તા.

સવેરા ગુજરાત/હિંમતનગર:-  હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવજાત શિશુને પોલિઓની રસીના બે ટીંપા પીવડાવી જિલ્લા કક્ષાના પોલિયો અભિયાનની શરૂઆત કરાવતાં જિલ્લા સમાહર્તા  હિતેષ કોયા , ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલીઓની રસીના બે ટીંપા પીવડાવીને પોલિયો સામે રક્ષિત કરી સુરક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરતા -જિલ્લા સમાહર્તા  હિતેષ કોયા આજથી સમગ્ર રાજ્યમાં બાળ લકવા નાબૂદી માટે અસરકારક એવા પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત થઇ છે.આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાંના હિંમતનગરના હડિયોલ ખાતે આવેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવજાત શિશુને પોલિયોના બે ટીપા પીવડાવીને જિલ્લા કક્ષાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાએ જણાવ્યું કે, આજનું બાળક એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભારતનું ભવિષ્ય ખોડખાપણવાળુ હોય તે કોઈપણ સંજોગોમાં ચાલે નહીં. આવતીકાલના ‌ભારતને સક્ષમ,મજબૂત અને સશક્ત બનાવવા માટે ભારતના ભાવિ નાગરિક એવાં બાળકોને પણ સક્ષમ બનાવવા જરૂરી છે. આ રસીથી બાળ લકવા સામે મજબૂત રક્ષણ મળે છે, ત્યારે સમાજની તમામ વ્યક્તિઓ આગળ આવીને પોતાના ૦ થી પ વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા અવશ્ય પીવડાવે તેવી તેમણે અપીલ પણ કરી હતી. આ અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરાયું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ અભિયાનમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષનાં ૧,૯૨,૨૩૧ બાળકોને આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં પોલીયોની રસીથી એક પણ બાળક વંચિત ન રહે તે માટે ૮૩૩ બુથ, ૧૩ મોબાઈલ ટીમ તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડી વર્કરો તથા અન્ય સ્ટાફ મળી કુલ ૩૫૩૨ ફરજ બજાવશે.તા. ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ત્રણ દિવસીય મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મિઓ દ્રારા ઘરે-ઘરે જઈને બાળકોને પોલીયો રસીના ટીપાં પીવડાવવામાં આવશે.

આ કાર્યક્ર્મમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક ગ્રામ વિકાસ આર.એમ.ડામોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, ડો. પરમાર, હડિયોલ આરોગ્ય કેંદ્રનો સ્ટાફ તથા નાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યો હતો તેમજ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ શહેરી વિસ્તારના પોલીયો બુથ પરથી નવજાત શિશુને પોલીયોના બે ટીપા પિવડાવીને પોલીયો અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખ યતિનાબેન મોદી તેમજ શહેરના વરીષ્ઠ નાગરિકો તેમજ ડોક્ટરો અને આરોગ્ય વિભાગના કર્મિઓ તથા મોટી સંખ્યામાં નાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઓલાના સ્કુટરમાં આગની ઘટનાના તપાસના આદેશ આપતું કેન્દ્ર

saveragujarat

ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરીને સીલ કરી દેવાઈ

saveragujarat

શું તમારું ખાતું SBI માં છે ? જાણો કઈ તારીખે કલાકો સુધી બંધ રહેશે બૅન્કિંગ સર્વિસ

saveragujarat

Leave a Comment