Savera Gujarat
Other

વિદેશ જવાની લાલચમા વધુ એક પરિવારને સકંજામા લેતા કબુતરબાજો નો ફુટ્યો ભાંડો.

સવેરા ગુજરાત/ગાંધીનગર:- ગાંધીનગર એલ.સી.બી. વધું એ કબૂતરબાજી નો એક મોટો રેકેટ નો પર્દાફાશ કર્યો છે.વિદેશ મોકલવાની ખોટી લાલચ આપી છેતરપિંડી કરીને ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ.એલ.સી.બી. એ નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા ખાતેથી તેમની ચંગુલમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

વિસ્તૃત સમાચાર:- પોલીસ ગિરફતમાં આવેલ આ આરોપીએ નિર્દોષ લોકો ને છેતરી એક મોટા ગુનાઓ ને અંજામ આપી રહ્યો હતો..આરોપી પોતાના સાગરીતો સાથે મળી આ ગુનો કરી રહ્યો હતો.૧૨/૦૨/૨૦૨૨ના રોજ એલ.સી.બી. ને રજુઆત મળેલ કે ગાંધીનગર જીલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી જેઓને છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્હી ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે જે  જેથી તાત્કાલીક LCB-2 ના પો.ઇન્સ  જે.એચ.સિંધવ ને તપાસ કરવા આદેશ આપવામાં આવેલ અને જે આધારે LCB-2 ના અધિકારી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક હવાઈ માર્ગે કોલકત્તા તથા દીલ્હી ખાતે રવાના કરેલ, જેમાં દીલ્હી ખાતે સ્પેશ્યલ સેલની મદદથી ભોગ બનનારને લોકેટ કરવામાં આવેલ અને તેઓને સહી સલામત છોડાવવા જરૂરી હોવાથી રેસ્ક્યુ કરી બાળકો સહિત કુલ-૧૫ ભોગ બનનાર ઈસમોને છોડાવી રેલ માર્ગે તેમજ હવાઈ માર્ગે પરત લાવી તેઓની પુછપરછ કરતા મોટો ખુલાસાઓ સામે આવ્યા છે.

એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ નાઓ મારફતે આ લોકોને કોલકત્તા અને દીલ્હી મોકલી આપવામાં આવેલ અને ત્યાં સુશિલ રોય તથા સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખેલા અને તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી તેઓને તેમનાપરિવાર સાથે ફોન ઉપર વાત કરાવડાવી ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પહોચી ગયેલ છે તેમ બોલાવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ.૨,૩૫,૦૦,૦૦૦/- જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ કરેલ હોવાનું જણાઈ આવેલ છે અને રેસ્ક્યુ કરેલ ઈસમોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ છે. તેમજ આ ટોળકીએ આવા ગુન્હાઓને અગાઉ પણ અંજામ આપેલ હોવાનુ જણાઈ આવેલ છે.

હાલ એક આરોપી રાજેશ નટવરલાલ પટેલની અટકાયત કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ બાબતે માણસા પો.સ્ટે ગુન્હો રજી. કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને ફરાર આરોપીઓ સુશિલ રોય,સંતોષ રોય અને કમલ સિંઘાનિયા ને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ બાબતે અન્ય એજન્ટ રમેશભાઈ સોમાભાઈ પટેલ ની પણ પુછપરછ ચાલુ છે.

Related posts

ભારતની ચિંતા વધી, વિદેશથી આવતા મુસાફરોમાં ૩૯ કોવિડ પોઝિટીવ

saveragujarat

રાજયના મહાનગર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવા અંતે કાનૂન બનાવતી રાજય સરકાર

saveragujarat

આરોપી બસ ડ્રાઈવરને કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી

saveragujarat

Leave a Comment