Savera Gujarat
Other

શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સવારે કચ્છના ધોળાવીરાની લીધી મુલાકાત,સંસ્કૃતિ ની વિરાસત ગણાતા ધોળાવીરાની રવિવારે મુખ્ય સચિવશ્રી પંકજકુમાર સાથે મુલાકાત લીધી હતી.

સવેરા ગુજરાત/કચ્છ:-  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સવારે કચ્છના ધોળાવીરા પહોંચ્યા હતા,તેમણે માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય  વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા,આર્કયોલોજી ના અધિકારીઓ, એપીએમસી ભુજ ના ચેરમેન  કેશુભાઈ પટેલ, એકલ માતા મંદિરના મહંત  દેવનાથ બાપુ અને અન્ય અધિકારીઓ સાથે ધોળાવીરા ના વિવિધ સ્થળો અને પ્રાચીન નગર રચના વગેરે રસ પૂર્વક નિહાળ્યા હતા
મુખ્યમંત્રી એ ધોળાવીરા માં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણી ના સંગ્રહ માટે, જળ સંચય માટે ની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરા ની આ પ્રાચીન ધરોહર ના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓ ની જાળવણી માટે ના મ્યુઝિયમ ની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી એ અહી વસતા જાણકારો સાથે પણ વાતચીત કરી હતી
ભૂપેન્દ્ર પટેલે વિઝીટ બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કહ્યું કે વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસો ની સફળતા ને પરિણામે હવે આ સ્થળ ને વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સ્થાન મળતા વૈશ્વિક સ્તરે જે મહત્વ વધ્યું છે તે સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસત નું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખીને સમયાનુકુલ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે
ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે

 

મુખ્યમંત્રી ને ધોળાવીરાની 5000 વર્ષ જુની આ ધરોહરની વિશેષતાઓ અને હજુ સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તેમજ પ્રવાસીઓને મળી રહેલી માહિતી સહિતની સમગ્રતયા વિગતો પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના પૂર્વ નિયામક યદુવીરસિહ રાવતે આપી હતી

 

Related posts

દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર ખીણમાં ખાબકી, ૮ શ્રદ્ધાળુઓના મોત

saveragujarat

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૩૦૦થી વધુનાં મોત,હજારથી વધારે ઘાયલ

saveragujarat

આજે વિશ્વ જળ દિવસ : આઈજીઆરએસીના રિપોર્ટમાં પાણીની સમસ્યાનો ચોંકાવનારો ખુલાસો

saveragujarat

Leave a Comment