Savera Gujarat
Other

અમેરિકા જવાની ઘેલચામાં હવે ગોળીઓ છૂટવા લાગી, એજન્ટે કલોલના રહેવસી ના ઘરમાં ઘૂસીને કર્યુ ફાયરિંગ

વિદેશ જવાની હોડમા  લોકો એવા ઉતાળવા બની રહ્યા છે કે હવે ખૂનખરાબીની ઘટનાઓ બની રહી છે. ગાંધીનગરના કલોલ (kalol) માં વિદેશ જવાના એક કિસ્સામાં ફાયરિંગની ઘટના બની છે. અમેરિકા (America) મોકલવા બાબતમાં બબાલ થઈ હતી, અને એજન્ટે ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યુ હતું. પોલીસે ગુનો નોંધી એક આરોપી પકડી લીધો છે. તેમજ વિવિધ ટીમો બનાવી અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સવેરા ગુજરાત : વિદેશ જવાની લ્હાયમાં લોકો એવા ઉતાળવા બની રહ્યા છે કે હવે ખૂનખરાબીની ઘટનાઓ બની રહી છે. ગાંધીનગરના કલોલ (kalol) માં વિદેશ જવાના એક કિસ્સામાં ફાયરિંગની ઘટના બની છે. અમેરિકા (America) મોકલવા બાબતમાં બબાલ થઈ હતી, અને એજન્ટે ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યુ હતું. પોલીસે ગુનો નોંધી એક આરોપી પકડી લીધો છે. તેમજ વિવિધ ટીમો બનાવી અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કેનેડા (canada) ની માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજીને મોતને ભેટનાર ગુજરાતીઓનો કિસ્સો હજી તાજો જ છે. કલોલના રહેવાસીઓમાં વિદેશ જવાની ઘેલછા કેટલી છે તે હવે સામે આવી ગયુ છે. મોતના કિસ્સા બાદ હવે ફાયરિંગની ઘટના બની છે. વિદેશ મોકલતા એજન્ટના ત્રણ માણસો દ્વારા કલોલના મારુતિ બંગલોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

કલોલના મારૂતિ બંગલામા રહેતા વિષ્ણુ પટેલે પોતાના પરિવારના બે સભ્યોને અમેરિકા મોકલવાનુ કામ બ્રહ્મભટ્ટ દેવલ નામના એક એજન્ટને સોંપ્યુ હતું. એજન્ટ દ્વારા 72 કલાકમાં વિઝા લાવી આપવાની વાત કરાઈ હતી. એજન્ટને 1 કરોડ 10લાખ ચૂકવવાનું નક્કી થયુ હતું. જે માટે વાત થયા મુજબ બંને સદસ્યો અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ બંને સદસ્યોને અમેરિકા પહોંચ્યા પહેલા એજન્ટ દ્વારા રૂપિયાની માંગણી કરાઈ હતી. એજન્ટે દિલ્હીથી ફોન કરીને પોતાના માણસને વિષ્ણુ પટેલના ઘરે મોકલ્યો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ શરત મુજબ નક્કી થયુ હતું કે, અમેરિકા પહોંચ્યા બાદ જ રૂપિયા આપવામાં આવશે. ત્યારે એજન્ટ સાથે આ મમલે ઝઘડો થયો હતો અને ફરિયાદીએ પોતાના ભત્રીજાને દિલ્હીથી પાછો બોલાવી લીધો હતો.

એજન્ટે પોતાના ત્રણ માણસોને રૂપિયા લેવા વિષ્ણુભાઈના ઘરે મોકલ્યા હતા. ઘરમાં વિષ્ણુભાઈ, તેમના પત્ની, દીકરો અને દીકરી હાજર હતા. એજન્ટના માણસોએ તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેઓએ શરત મુજબ બાદમા રૂપિયા આપવાની વાત કરી હતી. એજન્ટના માણસે વિષ્ણુ પટેલના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતુ, પરંતુ તેઓ દૂર ખસી જતા મિસ ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. કલોલ પોલીસે ગુનો નોંધી એક આરોપી પકડી લીધો છે. જ્યારે કે, વિવિધ ટીમો બનાવી એજન્ટ સહિતના અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

2 રૂપિયાની Ball Penથી ચોકીદારે બરબાદ કરીનાખ્યું કરોડોનું પેઇન્ટિંગ, કિંમતી આર્ટમાં બનાવી દીઘી વિચીત્ર આંખો!

saveragujarat

રાજ્યમાં 182 બેઠકો માટે 1621 ઉમેદવારોની ટક્કર

saveragujarat

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેને કર્મભૂમિ બનાવી તે અમદાવાદનો આજે ૬૧૧મો સ્થાપના દિવસ

saveragujarat

Leave a Comment