Savera Gujarat
Other

લોકો ક્વોરન્ટાઈન થવાના ડરથી કોરોના ટેસ્ટ નથી કરાવતા

અમદાવાદ,તા.૧૯
શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે. કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિનું નિર્માણ ફરી ન થયા તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર, ૨૦૨૧માં દરરોજ લગભગ ૮૦૦૦ લોકોના કોરોના ટેસ્ટ થતા હતા, જે સંખ્યા હવે વધીને ૩૦,૦૦૦ જેટલી થઈ ગઈ છે. પરંતુ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની ફરિયાદ છે કે લોકો કોરોના ટેસ્ટ કરવા માટે ઘણી આનાકાની કરતા હોય છે. લોકો કોરોના ટેસ્ટ કરવાનું ટાળતા હોય છે, તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે. એક તો લોકોમાં ક્વોરન્ટાઈન થવાનો ભય હોય છે, તેમજ અત્યારે કોરોનાના દર્દીઓમાં લક્ષણો અત્યંત સામાન્ય જાેવા મળતા હોય છે, જેના કારણે લોકો કોરોનાની ગંભીરતાને સમજતા નથી. સ્વાસ્થ્ય વિભાગના એક કર્મચારી જણાવે છે કે, અમારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ દરમિયાન અમે જાેયું કે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાનું ટાળતા હોય છે, કારણકે તેમને બીક હોય છે કે જાે તેઓ પોઝિટિવ આવશે તો તેમણે એક અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઈન થવું પડશે. લોકડાઉન દરમિયાન લોકોના જીવન ઘણાં પ્રભાવિત થયા છે અને ખાસકરીને આર્થિક રીતે લોકોએ નુકસાન વેઠવું પડ્યું છે, માટે તેઓ ફરીથી તે પ્રક્રિયામાંથી પસાર થવા નથી માંગતા. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા માઈક્રો-કન્ટેઈનમેન્ટનો સમયગાળો ૧૪ દિવસથી ઘટાડીને ૭ દિવસ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ જણાવે છે કે, હવે લોકો કોરોનાના નવા વેરિયન્ટને સામાન્ય ફ્લૂ અને શરદી-ખાંસી જ સમજે છે અને પહેલાની જેમ લોકોમાં ડર પણ નથી રહ્યો. કોરોનાની પહેલી અને બીજી લહેરની સરખામણીમાં અત્યારે લક્ષણો અત્યંત સામાન્ય હોવાને કારણે લોકો તેને ગંભીરતાથી નથી લેતા. એક સ્વાસ્થ્ય કર્મચારી જણાવે છે કે, ઓમિક્રોનના દર્દીઓને થોડા દિવસ માટે સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખારાશની સમસ્યા હોય છે. કોરોના મહામારીના શરુઆતના સમયમાં આપણે જાેયું કે, આ લક્ષણોની સાથે સાથે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પણ થતી હતી. અત્યારે લોકોને શ્વાસની તકલીફ નથી થતી. અને આ જ કારણે લોકો સમજે છે કે ઠંડીના કારણે થતી સામાન્ય શરદી અને ખાંસી છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ મહામારીની ગંભીરતાને જાેઈ અને ત્યારે લોકો ટેસ્ટ કરાવતા હતા.

Related posts

વોટ્સએપ યુઝર્સ માટે ખુશ ખબર જલ્દી મળશે એક નવું ફીચર, ગ્રુપમાં કરી શકશો હવેથી ‘પોલ’

saveragujarat

સુરતમાં ૨૪ કલાકમાં ૨ યુવકના રહસ્યમય મોત, ૧ રેલવે સ્ટેશન પર તો બીજાે બ્રિજ પર ઢળી પડ્યો

saveragujarat

કેસરિયા રંગે રંગાયું આખુ કમલમ , નેતાઓએ ફૂલોથી PM મોદીની ચરણ વંદના કરી

saveragujarat

Leave a Comment