Savera Gujarat
તાજા સમાચારરાજકીય

ગાંધીનગર ખાતે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી ભરતીની વયમર્યાદા અંગે લેવાયો આ મોટો નિર્ણય…

રાજ્ય સરકારની ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે ભરતીમાં વય મર્યાદામાં એક વર્ષની છૂટ આપી છે. સરકાર વતી આની જાહેરાત કરતા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણે કહ્યું કે ઘણા યુવાનો કોરોનાની સ્થિતિમાં ભરતી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય 1/9/21 થી 31/08/2022 સુધી સ્નાતક થયેલા ઉમેદવારો માટે લેવામાં આવ્યો છે.

  • કોરોનામાં અનેક પરીક્ષાઓ રદ કરવી પડી
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં છૂટછાટ આપાઈ
  • એક વર્ષની છૂટછાટ અપાઈ
  • 1/9/21થી નિયમ લાગું થશે
  • બિન અનામતમાં 35ના બદલે 36 વય કરાઈ
  • એસસી, એસટી, ઓબીસીમાં સ્નાતકમાં 40ના બદલે 41ની વયમર્યાદા
  • વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા નક્કી કરાઈ

2022 ની ચૂંટણી માટે રાજ્ય સરકાર પહેલેથી જ એક્શન મોડમાં છે. રાજ્ય સરકારે તમામ મંત્રીઓને વિધાનસભા 2022 નો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં તમામ વિભાગોને મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત સરકારના તમામ વિભાગોએ આજે ​​મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 100 દિવસનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. તેમજ ચૂંટણી પૂર્વે જાહેર હિતના તમામ કામોનો અગ્રતા ધોરણે ઉકેલ લાવવા આદેશ કરાયો છે. મહેસૂલ, આરોગ્ય, નાણાં વિભાગ, રમતગમત, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, વન વિભાગ, અનુસૂચિત જનજાતિ વિભાગ, પ્રવાસન, વિવિધ વિભાગોમાં સરકારી ભરતી સહિતના વિકાસ કાર્યો કરવામાં આવશે.

Related posts

કબ્રસ્તાનમાં દર વર્ષે હજારો લોકો દફનાવવામાં આવે છે

saveragujarat

અદાણી વિલ્મરની ડિલરશીપ આપવાનું કહીને છેતરપિંડી

saveragujarat

ખાદ્યાન્નનું સંકટ ટાળવા ટૂકડી ચોખાની નિકાસ પર પ્રતિબંધ

saveragujarat

Leave a Comment