Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

કેબિનેટ બેઠકના અંતે રાજ્યમાં નવા મંત્રીઓને મળ્યાં PA અને PS, તથા આગામી 100 દિવસનો રોડમેપ કરાયો તૈયાર…

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં યોજાયેલી કેબિનેટની બેઠકનો અંત આવ્યો છે.

આ બેઠકમાં આગામી 100 દિવસો માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, બેઠકના એક મહિના બાદ રાજ્યના નવા મંત્રીમંડળને નવા પીએ અને પીએસ મળ્યા. જો કે, તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે નવા PA અને PS ની નિમણૂકમાં સંપૂર્ણ પણે ‘નો રિપીટ થિયરી’ અપનાવી છે.

મહત્વનું છે કે, સામાન્ય વહીવટ વિભાગે આજે રાજ્યમાં મંત્રીશ્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશો અને અંગત સચિવોની નિમણૂક માટે આદેશો જારી કર્યા છે.

જેમાં મંત્રીમંડળની જેમ ફરીથી ‘નો રિપીટ થિયરી’ અપનાવવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જૂના મંત્રીઓના એક પણ પીએ અને પીએસ ફાળવવામાં આવ્યા નથી. તમામ મંત્રીઓના પીએ અને પીએસ નવા નિમાયા છે.

Related posts

બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

saveragujarat

અમદાવાદના કૃષ્ણનગરમાં ૧૨ વર્ષના વિદ્યાર્થીનો આપઘાત

saveragujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ

saveragujarat

Leave a Comment