Savera Gujarat
તાજા સમાચારભારત

દિલ્હીમાં સરકારી કર્મચારીઓ 16 ઓક્ટોબર સુધીમાં કોરોના વેક્સીન નહિ લે તો ઓફિસમાં પ્રવેશ નહિ આપવામાં આવે…

દિલ્હીમાં કોરોનાને કારણે કથળી ગયેલી પરિસ્થિતિ સુધરી રહી છે અને તબક્કાવાર જનજીવન સામાન્ય થાય તેમ અનલોક કરવામાં આવી રહ્યું છે. પરંતુ દિલ્હી સરકાર આરામ કરવાના મૂડમાં નથી. દિલ્હી સરકાર ખાસ કરીને વહેલી તકે રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરીને દિલ્હીવાસીઓને રસી આપી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

તેવામાં એક મહત્વનો નિર્ણય દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ સંદર્ભે કડક આદેશ કરવામાં આવ્યા છે અને તમામ સરકારી કર્મચારીઓ માટે 15 ઓક્ટોબર સુધીમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ આ નિયમનું પાલન ન કરે તો તેને ગેરહાજર તરીકે ‘રજા પર’ ચિહ્નિત કરવામાં આવશે.

આ નિયમ તમામ સરકારી કર્મચારીઓને લાગુ થાય છે. દરેક વ્યક્તિએ 15 ઓક્ટોબર સુધીમાં ઓછામાં ઓછી તેમનો પહેલો ડોઝ લઈ લેવો ફરજિયાત છે. આ નિયમની અમલવારી થઈ કે નહીં તેની ખાતરી કરવાની જવાબદારી જે તે વિભાગોના વડાઓ અને સંબંધિત કચેરીઓની રહેશે. તેઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન અથવા રસીકરણ પ્રમાણપત્ર દ્વારા રસીકરણની ચકાસણી કરવી પડશે. ભારત સરકાર દ્વારા દિલ્હી સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે પણ આવી જ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે 29 સપ્ટેમ્બરના રોજ DDMA ની બેઠકમાં તમામ સરકારી કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો, આરોગ્ય કર્મચારીઓ અને શિક્ષકો અને તમામ શાળા અથવા કોલેજ સ્ટાફ માટે 100 ટકા રસીકરણ જરૂરી રહેશે કારણ કે, આ લોકો સતત સંપર્કમાં આવતા રહે છે.

Related posts

સોનિયા ગાંધીની તબિયત લથડતાં દિલ્હીની ગંગારામ હોસ્પિ.માં દાખલ

saveragujarat

અમિત શાહ ૨૦મી મેએ ગાંધીનગર આવી રહ્યા છે

saveragujarat

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું પાલઘર પાસે કાર દુર્ઘટનામાં કરુણ મોત

saveragujarat

Leave a Comment