Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

નવરાત્રીના પાવન અવસર પર આ બોલીવુડ અભિનેત્રી પહોંચી જગદંબાના દરબારમાં

દેશભરમાં નવરાત્રીનો પર્વ લોકો મનાવી રહ્યા છે. નવરાત્રીમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના સાથે ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરે છે. આ સાથે જ અનેક યંગસ્ટર્સ તહેવારની ઉજવણી દરમિયાનની યાદગીરીની પળો કેમેરામાં કેપ્ચર કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

વાત, બોલીવુડની કરીએ તો, મોડલ-એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા નવરાત્રીના પ્રથમ નોરતે ઉત્તરાખંડના જોશીમઠ પહોંચી હતી અને ત્યાં તેણે સેવા પૂજા કરી હતી. તેણે મંદિરની પાસે આવેલા પહાડોનું સૌન્દર્ય માણ્યું હતું અને તેની આ ટ્રીપના ફોટા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા હતા. જેમાં તે આધ્યાત્મિક મૂડમાં પિંક ડ્રેસમાં પૂજાની થાળી સાથે જોવા મળી હતી. ફોટો શેર કરવાની સાથે ઉર્વશીએ લખ્યું હતું કે, ‘ દરેકને નવરાત્રીની શુભકામના. આપણે સૌ માતાજીને પ્રાર્થના કરીએ કે બધા લોકોને સુખ શાંતિ મળે અને ઈચ્છાઓ પૂરી થાય. સૌના પરિવારને હેપ્પી નવરાત્રી.’

 

Related posts

ખાદી ગ્રામોધ્યોગના એક્સપર્ટ મનોજકુમાર પધાર્યા ગુજરાતના સાપ્તાહીક પ્રવાસે.

saveragujarat

ફોનમાંથી તરત ડિલિટ કરી બદલી નાખો ફેસબુક પાસવર્ડ, આ એપ્લિકેશન ચોરી લે છે તમારૂ લોગઈન આઈડી…

saveragujarat

૧ જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાેરદાર ચર્ચા

saveragujarat

Leave a Comment