Savera Gujarat
Otherતાજા સમાચારભારત

ફોનમાંથી તરત ડિલિટ કરી બદલી નાખો ફેસબુક પાસવર્ડ, આ એપ્લિકેશન ચોરી લે છે તમારૂ લોગઈન આઈડી…

Googleએ હાલમાં જ 150થી વધારે ખતરનાક એપ્સને બેન કરી દીધી હતી. હવે Googleએ ફરી પ્લે સ્ટોરથી ત્રણ ખતરનાક એપ્સને હટાવી દીધી છે. આ બેન યુઝર્સના પ્રોટેક્શનને જોતા લગાવવામાં આવ્યો છે. તમને પણ આ એપ્સને તરત તમારા ફોનમાંથી ડિલિટ કરી દેવી જોઈએ.

આ વર્ષે Google I/Oમાં કંપનીએ જણાવ્યું હતું કે હવે 3 બિલિયન એક્ટિવ એન્ડ્રોયડ ડિવાઈસ છે. ખતરનાક એપ્સને બેન કરી ગુગલ યુઝર્સને સેફ રાખવા માંગે છે. જે એપ્સને બેન કરવામાં આવી છે તે યુઝર્સની પર્સનલ જાણાકારી અને પૈસા ચોરતી હતી.

Login with Facebook બટન દ્વારા યુઝર્સને કોઈ વેબ સર્વિસ અથવા એપ્સને તરત એક્સેસ કરવામાં સરળતા થાય છે. તેનાથી તે સર્વિસને વગર કોઈ યુઝરનેમ અને પાસવર્ડ યુઝ કરે કરી શકે છે. આ સર્વિસનો યુઝ Spotify અને Tinder જેવી એપ્સ પણ કરે છે.

પરંતુ સિક્યોરિટી ફર્મ અનુસાર આ એપ્સ યુઝરના લોગિન આઈડીને ચોરીને પર્સનલ જાણકારી યુઝ કરી રહ્યા હતા. હાલ Magic Photo Lab – Photo Editor, Blender Photo Editor-Easy Photo Background Editor અને Pix Photo Motion Edit 2021ને પ્લેટફોર્મથી બેન કરવામાં આવ્યું છે.

જો તમે આ એપ્સને ડાઉનલોડ કરી રાખી છે તો તરત પોતાના ફોનમાંથી ડિલિટ કરી દો. તે ઉપરાંત તમારા ફેસબુક લોગિન ડિટેલ્સને પણ બદલવાની જરૂરીયાત છે. જો તમે ફોટો એડિટિંગ એપ યુઝ કરવા માંગો છો તો તમે કોઈ પોપ્યુલર એપને ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.

Related posts

સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન

saveragujarat

રાજ્યની તમામ ચેકપોસ્ટ ઉપર CCTV કેમેરાથી દારૂની હેરાફેરી પર વોચ રખાશે

saveragujarat

જાેશીમઠમાં પડેલી તિરાડો અડધો કિમી લાંબી અને ૨ મીટર પહોળી

saveragujarat

Leave a Comment