Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગાંધીનગર મનપાની ચૂંટણી ફરી કરાવવાની માંગ સાથે કોંગ્રેસના ઉમેદવારનો BJP પર લગાવ્યો આ આરોપ…

ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 માંથી 41 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 2 અને આપ પાર્ટી ને 1 બેઠક મળી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકોએ ફરી ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવાની માંગ કરી છે. ઈવીએમ સાથે છેડછાડનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ માંગ સાથે કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ધારાસભ્ય સી.જે.ચાવડા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સી જે ચાવડાએ ગાંધીનગર ચૂંટણીના પરિણામો બાદ રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારોની રજૂઆતો સાંભળી હતી. આ પછી, સી.જે.ચાવડાએ કહ્યું, “અમે મનપાના દરેક વોર્ડમાંથી લોકોનું સમર્થન મેળવીશું અને સોગંદનામું મેળવીશું અને આ પરિણામને હાઈકોર્ટમાં પડકારશું.”

તે સ્પષ્ટ છે કે પ્રથમ વખત ભાજપને ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. એટલું જ નહીં, રાજધાનીની 44 માંથી 41 બેઠકો પર કેસરિયો લહેરાયો છે. 11 માંથી 8 વોર્ડમાં સમગ્ર ભાજપની પેનલ જીતી છે. ભાજપે ગત ચૂંટણીની સરખામણીમાં બમણી સીટો જીતી છે. ત્યારે કોંગ્રેસ આરોપ લગાવે છે કે EVM સાથે છેડછાડ કરવામાં આવી છે.

Related posts

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

saveragujarat

દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓને તોડી નાંખી…

saveragujarat

સહારાના સુબ્રતો રોય સામે વડોદરામાં નોંધાઈ ફરિયાદ

saveragujarat

Leave a Comment