Savera Gujarat
તાજા સમાચારવિદેશ

ચીનમાં વીજ પુરવઠાના સંકટ થી એપલ તથા ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીનું કામ અટક્યું, જાણો ક્યાં કારણે ?

વીજળીના સંકટને કારણે કંપનીઓ પહેલાની જેમ ઉત્પાદન કરી રહી નથી. કંપનીઓને ઓછી માત્રામાં ઉત્પાદન કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી વીજળીનો વપરાશ પણ ઓછો થાય. પરંતુ સરકારના આ પ્રતિબંધની અસર વિશ્વભરની સપ્લાય ચેઇન પર પડે તેવી શક્યતા છે.

વીજ કટોકટી પાછળ બે કારણો આપવામાં આવી રહ્યા છે. પ્રથમ કોલસામાં ઘટાડો અને બીજો રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યોને પૂર્ણ કરવાનો છે. જેના કારણે સરકાર વીજળી કાપી રહી છે. ચીનની સરકાર જિનપિંગના લક્ષ્યોને વાસ્તવિક બનાવવા માટે કામ કરી રહી છે. આવા સમયે વીજળીની કટોકટી આવી છે.

જ્યારે દેશમાં ઉત્પાદનમાં કોલસા અને ગેસની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેના કારણે ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે. ચીનના નિર્ણયોની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડશે. જે પહેલાથી જ કોરોનાથી કારણે અસરગ્રસ્ત હતી.

કંપનીઓ ના કામ બંધ થવાથી કોમ્પ્યુટર-ચીપની વૈશ્વિક અછત સર્જાશે. જે ટેક કંપનીઓને નુકસાન કરશે. એક રિપોર્ટ અનુસાર, ઇલેક્ટ્રોનિક સામાન બનાવતી કંપનીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 10 થી વધુ તાઇવાનની કંપનીઓએ મહિનાના અંત સુધીમાં કામ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

એપલ અને ટેસ્લાને સપ્લાય કરતી ત્રણ તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ રવિવારે જણાવ્યું હતું કે તેમને તેમની ચીન સ્થિત કંપનીઓમાં કામ કરવાનું બંધ કરવાની ફરજ પડી હતી.

ટેસ્લાના સીઈઓ મસ્કએ ચિંતા વ્યક્ત કરી હતી

એપલ અને ટેસ્લાએ આ બાબતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ ટ્વિટ કરીને કહ્યું કે, આ ગંભીર ચિંતાનો વિષય છે. આ પહેલા મસ્ક કહી ચુક્યા હતા કે કમ્પ્યુટર ચિપની શોર્ટજને કારણે ઇલેક્ટ્રિક ગાડી બનાવનારી કંપનીને ઘણી પરેશાની થાય છે.

એપલની સપ્લાયર યુનિમિરોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે ચીનમાં સ્થિત તેની ત્રણ પેટાકંપનીઓએ કામ બંધ કરવું પડી રહ્યું છે, તેમણે કહ્યું કે આ કંપનીઓનું કામ બંધ થવાથી વધારે નુકસાન નહીં થાય, કારણ કે અન્ય પ્લાન્ટમાં ઉત્પાદન વધારવામાં આવ્યું છે.

Related posts

PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પાલીતાણા કન્યા વિદ્યાલય ખાતે “ઉજવલ” યોજના કાયૅકમ માં ઉપસ્થિત રહ્યા નામાંકિત મહાનુભવો…

saveragujarat

દેશમાં ડીકાર્બનાઇઝેશન માટે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી

saveragujarat

ઇડર રાણી તળાવ પાસે સમર્થ સેવા સંસ્થાન ના પ્રમુખ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું.

saveragujarat

Leave a Comment