Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોનાની રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ.

રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. મર્યાદિત સંખ્યા સાથે શેરી ગરબાની મંજૂરી છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ અથવા વ્યાપારી રીતે નવરાત્રિ ઉજવી શકાશે નહિ . દુર્ગા પૂજા, વિજયા દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આજે આ સંદર્ભે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઘોષણામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ. એટલે કે, જે લોકોએ રસી લીધી નથી તેઓ ગરબામાં ભાગ લઈ શકશે નહીં.

રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગો સાંસ્કૃતિક વારસા મુજબ ઉજવવા અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વેપારીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.

આ સ્થિતિથી શેરી ગરબામાં ચોથા નોરતેથી ખેલૈયાઓ માટે રાત્રિ કર્ફ્યુનો વધુ ઘટી શકે છે. પરંતુ બીજી બાજુ, ગુજરાત સરકાર કોવિડ -19 મહામારીમાં કોઈ જોખમ લેવા માંગતી નથી. રાજ્યના ગૃહ વિભાગે આજે એક ખેલૈયાઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિમાં, ખેલાડીઓએ ગરબા રમવા માટે કોરોના રસીના બે ડોઝ લીધેલા જરૂરી છે. ગૃહ વિભાગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે જો દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધા હોય તો જ ગરબા રમવા મળશે.

રાજ્યના ગૃહ વિભાગે કરેલી જાહેરાત મુજબ, કર્ફ્યુનો સમય આવતીકાલ રાતથી 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે.

આ ઉપરાંત આગામી નવરાત્રિ તહેવારોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શેરી ગરબાની મંજૂરી છે. જોકે ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાની મંજૂરી નથી આપવામાં આવી.

Related posts

નવા વર્ષમાં સોનું ૬૨ હજારને વટાવી જાય તેવી સંભાવના

saveragujarat

અમદાવાદીઓ માટે શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.

saveragujarat

Leave a Comment