Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

શાહીન વાવાઝોડા ને લઈને ભારતીય મોસમ વિભાગે જાહેર કર્યું એલર્ટ, ગુજરાત સહીત આ 7 રાજ્યોમાં ભારે વિનાશ તથા ૩ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી…

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વાવાઝોડાને લઈને ગુજરાત સહિત સાત રાજ્યોમાં એલર્ટ જારી કર્યું છે. વાવાઝોડું શાહીન આગામી 12 કલાકમાં મજબૂત બની શકે છે.

આઈએમડી દ્વારા જારી કરાયેલ ચેતવણી અનુસાર, ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડું શાહીનમાં ફેરવાઈ ગયું છે અને ભારત તેમજ પાકિસ્તાન અને ઈરાન પાસે આ વાવાઝોડાની અસર જોવા મળવાની છે. વાવાઝોડાને કારણે બિહાર, બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

IMD દ્વારા જારી કરાયેલ ચેતવણી મુજબ, 1 ઓક્ટોબરની મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું શાહીન ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડી અનુસાર, આ વાવાઝોડું અરબી સમુદ્રમાં પ્રવેશ્યા બાદ કલાકોમાં પાકિસ્તાન તરફ આગળ વધશે.

આઇએમડીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું શાહીન તીવ્ર બન્યા બાદ પવન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે, જેની અસર અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયાકાંઠા સાથે સાથે પાકિસ્તાનના દરિયાકાંઠા પર જોવા મળશે .

આઈએમડીએ કહ્યું કે વાવાઝોડું શાહીનને કારણે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તે પછી હળવો વરસાદ પડી શકે છે.

Related posts

દેશમાં ૫ વર્ષમાં ૨૦૦થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે: સિંધિયા

saveragujarat

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

રાજ્યભરમાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત, જાણો વિગત

saveragujarat

Leave a Comment