Savera Gujarat
તાજા સમાચારભારતવિદેશ

ભારતીય સેના દ્વારા પકડાયેલ આતંકવાદી પાકિસ્તાનના પંજાબનો રહેવાસી 19 વર્ષનો છે

છેલ્લા દસ દિવસમાં ભારતીય સેનાએ જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઓપરેશનમાં સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે અને આજે એક પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે.

સેનાએ હવે આતંકવાદી વિશે થોડી વધુ માહિતી આપી છે અને તે મુજબ પકડાયેલા આતંકવાદીનું નામ અલી બાબર છે અને તે 19 વર્ષનો છે. પિતાના મૃત્યુ બાદ અલી બાબર લશ્કર-એ-તોયબા સંગઠનમાં જોડાયા. તેના પરિવારના અન્ય સભ્યોમાં તેની માતા અને બહેનનો સમાવેશ થાય છે.

સેનાએ 25 સપ્ટેમ્બરે પાક આતંકવાદી અતિક ઉર રહેમાનની હત્યા કરી હતી અને અલી બાબરએ આત્મસમર્પણ કર્યું હતું. બાબરે કહ્યું કે માર્યા ગયેલા છ આતંકવાદીઓ પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. અતીક-ઉર-રહેમાને જ અલી બાબરને તેની માતાની સારવાર માટે રૂ.20000 આપવાની લાલચ આપી હતી અને સાથે સાથે 30000 રૂપિયા બીજા પાકિસ્તાન પાછા જઈને આપવા માટે કહ્યુ હતુ.

પાકિસ્તાનના પંજાબના એક નાનકડા ગામમાં રહેતા અલી બાબરએ ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો હતો અને તેને પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્વા પ્રાંતમાં આતંકી તાલીમ આપવામાં આવી હતી અને ભારત મોકલી દેવામાં આવ્યો હતો.

Related posts

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ ની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ ખાતે મુલાકાત

Admin

VGGS24: UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી સાથે મુલાકાત બેઠક યોજતા મુખ્યમંત્રી

saveragujarat

નૂતન વર્ષે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમહાલ જિલ્લામાં આવેલ મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો ભવ્ય અન્નકૂટ…

saveragujarat

Leave a Comment