Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને પ્રધાન પદે થી દૂર કરવા આદિવાસી સમાજે કરી માંગ…

મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ પ્રધાન બનાવવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે. સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ નિમિષા સુથારનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર બોગસ હોવાનો આક્ષેપ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. નિમિષા સુથારના આદિવાસી પ્રમાણપત્રના વિવાદ અંગે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આ મામલે સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, અગાઉ પણ ચૂંટણી વખતે નિમિષા સુથારની ઉમેદવારીનો વિરોધ કરાયો હતો. તેમ છતાં તેમનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું હતું અને હવે તેમને આદિજાતિ વિભાગના પ્રધાન બનાવાયા છે. આથી, નિમિષા સુથારને પ્રધાન પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ આદિવાસી નેતાઓએ કરી છે. જો સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરવા હડફનાં ધારાસભ્ય નિમીષા સુથારના આદિજાતિ પ્રમાણપત્રને લઇને તેઓ વિવાદમાં ઘેરાયેલા છે. ત્યારે માટે નિમિષા સુથારને રાજ્યકક્ષાના આદિજાતી મંત્રી પદ ઉપરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર BTTS ના ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં નર્મદા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.

આવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના પિતાનું જાતિ પ્રમાણપત્ર હાઇકોર્ટ દ્વારા વિશ્લેષણ સમિતિમાં તપાસ અર્થે મોકલવામાં આવતા વિશ્લેષણ સમિતિ પર રાજકીય દબાણ ઉભું કરી, જરૂરી અને યોગ્ય પુરાવા નહીં હોવા છતાં માન્ય કરાવ્યું હતું. ધારાસભ્ય પોતે ખોટા આદિજાતિના પ્રમાણપત્રને લઇને વિવાદમાં ઘેરાયેલ હોઇ તેવાં સંજોગોમાં આવતા તેમને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી જેવું મહત્વનું અને સંવેદનશીલ મંત્રાલય સોપી શકાય નહીં. તેમ સમગ્ર આદિવાસી સમાજનું માનવું છે. તેમ છતાં નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી તરીકે નિમવા તે સમગ્ર આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા જેવી બાબત છે.

આથી મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિરુદ્ધ ના કેસમાં જ્યાં સુધી ગુજરાત હાઇકોર્ટનો અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક અસરથી રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી દૂર કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે.

Related posts

હાર્દિકે પોતાને રૂદ્રાક્ષની માળા, તલવાર અને કટાર સમો ગણાવ્યો

saveragujarat

અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી

saveragujarat

અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ૨૧ વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

saveragujarat

Leave a Comment