ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
જેમાં અમદાવાદના એસજી હાઇવે પર ભારે વરસાદ પડ્યો હતો અને સમગ્ર રોડ પર પાણી જોવા મળ્યું હતું. આ સિવાય શહેરના નરોડા, સરદારનગર, બાપુનગર, ઓઢવ, નવરંગપુરા, નારણપુરા, મેમનગર, ડ્રાઇવ ઇન, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો.