Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

PM મોદીને રાહુલ ગાંધીએ જન્મદિવસની શુભકામના પાઠવતા જુઓ શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 71 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશના તમામ નેતાઓ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પીએમ મોદીના રાજકીય વિરોધી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ટ્વિટર પર રાહુલ ગાંધીએ લખ્યું, “જન્મદિવસની શુભકામનાઓ, મોદીજી.”

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનનું આયોજન કર્યું છે જે આજે શરૂ થશે અને 7 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ત્યાં કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે.

 

ભાજપના 20 દિવસના અભિયાન પાછળનું કારણ એ છે કે આજથી 20 દિવસ પછી એટલે કે 20 વર્ષ પહેલા 7 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ જોઈને ભાજપે 7 ઓક્ટોબર સુધી અભિયાન ચલાવવાનું નક્કી કર્યું. ભાજપે પાર્ટીના કાર્યકરો માટે કાર્યક્રમનું આયોજન કરવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે.

સમિતિનું નેતૃત્વ કૈલાશ વિજયવર્ગીય રહ્યા છે. આ અભિયાન અંતર્ગત રક્તદાન શિબિર, પીએમ મોદીના જીવન પર પ્રદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ તમામ પાર્ટીના કાર્યાલયથી લાખો પોસ્ટકાર્ડ પીએમ મોદીને મોકલવામાં આવશે.

Related posts

વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ પર નવા ભારતમાં મહિલા શક્તિના પરચમની કરી વાત

saveragujarat

વલસાડમાં ધોધમાર વરસાદથી ખુશીનો માહોલ

saveragujarat

વિજય રૂપાણીના રાજીનામા પર છલકાયું દીકરીનું દુખ, કહ્યું- આતંકવાદી હુમલા વખતે મારા પિતા નરેન્દ્ર મોદી પહેલા પહોંચી ગયા હતા…

saveragujarat

Leave a Comment