Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

રાણપુરની પાસે શ્રી લોયાધામમાં અક્ષત કળશ યાત્રાનાં વધામણા.

સવેરા ગુજરાત,ગાંધીનગર,  તા. 08 જાન્યુઆરી,

અયોધ્યા રામજન્મભૂમિમાં રામમંદિરમાં રામલલ્લા દિવ્યતાથી અને ભવ્યતાથી પ્રતિષ્ઠિત 22 જાન્યુવારીના રોજ થશે. આ ઉપક્રમે રમન્તે સર્વ જનાનાં હૃદયે ઇતિ રામઃ એવા શુભ અને દૃઢ સંકલ્પ સાથે ધર્મગુરુઓ તથા રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા ગામડે ગામડે અક્ષત કળશ યાત્રાનું મંગલ આયોજન કરવામાં આવ્યું છે.એ ન્યાયે તારીખ 8 જાન્યુવારી 2024 સોમવારના રોજ રાણપુરની બાજુમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો દિવ્ય ઉત્સવ શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં રામલલ્લાની અક્ષત કળશ યાત્રાનું આગમન થયું.

પરમ પૂજ્ય સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી તથા સુરેન્દ્રનગર જીલ્લા વિભાગ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક શ્રી દેવેન્દ્રભાઈ પટેલ તથા રામજન્મભૂમિ મંદિરના રાણપુર તાલુકાના સહ સંયોજક શ્રી રવિન્દ્રભાઈ અમદાવાદીયા તથા વિશ્વ હિન્દુ પરિષદ રાણપુર તાલુકાના ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પરમાર તથા રાણપુર તાલુકા સેવા પ્રમુખ શ્રી મિહિરભાઈ રાવલ તથા શ્રી લોયાધામના સરપંચશ્રી એવં ગ્રામજનો બાઈઓ તથા ભાઈઓ એવં બાળકો ઉપસ્થિત રહીને લોયાધામના સંતો દ્વારા અક્ષત કળશ યાત્રાનાં વધામણા કરવામાં આવ્યા હતા, તથા સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી હનુમાનજી મંદિરના પટાંગણમાં કળશનું દિવ્ય રીતે સ્થાપન કરીને પૂજય નિર્ગુણવલ્લભદાસસ્વામીએ કળશનું વૈદિક પૂજન કરી આરતી ઉતારી હતી.
આ પ્રસંગે માનનીય દેવેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું. કે ” ભગવાન શ્રીરામે સમાજને સંગઠિતિ કરવાનું દિવ્ય કાર્ય કર્યુ. આદર્શ વ્યક્તિત્વ અને આદર્શ સમાજનો વિચાર ભગવાન શ્રી રામે આપ્યો છે. ” અક્ષત કળશનું સ્વાગત કરતાં પૂજ્ય અદભૂતવલ્લભદાસસ્વામીએ મંગલ ઉદ્બોધનમાં જણાવ્યું હતુ કે “ભગવાન શ્રીરામ એક આદર્શ ચરિત્ર છે. રામાયણમાં જીવન જીવવાની એક આદર્શ પ્રેરણાઓ રહેલી છે.તેનો અભ્યાસ જન જન પ્રત્યે થવો જોઈએ.” સુરેશભાઈ પરમારે રામલલ્લાના પ્રતિષ્ઠાદિને પ્રસાદીના અક્ષત અને આમંત્રણ પ્રત્રિકા આપીને લોયાધામ પરિવારને આમંત્રણ પાઠવ્યું હતું. અંતે સર્વે લોયાધામના ભક્તજનોએ અક્ષત કળશનાં દર્શન કરીને ભાવુક બન્યા હતા.

Related posts

પરિણીતાએ વિધર્મી પતિ-સાસરિયાઓ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંઘાવી

saveragujarat

સેન્સેક્સમાં ૪૯ અને નિફ્ટીમાં ૧૩ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

જામનગર એલસીબીને મળી મોટી સફળતા…

saveragujarat

Leave a Comment