Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

5000 થી વધુ દીકરીઓના હાથોમાં મહેંદી મુકાઇ : પાલક પિતા મહેશભાઈએ પણ દીકરીના હાથોમાં હ્રદયના ઉમળકા સાથે મહેંદી મૂકી

સવેરા ગુજરાત,સુરત  , તા.22

મહેંદીના મધુર ગીતો સાથે પી પી સવાણી ગ્રુપ આયોજિત સમૂહલગ્નમાં મહેંદી રસમનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન

સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના શિરે છે. : મહેશ સવાણી

સુરત,
તા – ૨૨ ડિસેમ્બરને શુક્રવાર સવારના નવ વાગ્યા છે.. સુરતને છેવાડે આવેલા અબ્રામા ગામમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ગુલાબી ઠંડી સાથે મહેંદીની સુગંધ સમગ્ર વાતાવરણમાં ફેલાયેલી છે. સાથે સાથે
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદીના હિન્દી ગુજરાતી ગીતોથી વાતાવરણ સુરીલું બન્યુ છે. આવો અદભુત અવસર રચાયો છે પીપી સવાણીના આંગણે અને પ્રસંગ છે, મહેંદી રસમનો.

આગામી તા – 24 ડિસેમ્બરે પીપી સવાણી આયોજિત માવતર લગ્નોત્સવ અંતર્ગત તા- 22મી ડીસેમ્બર શુક્રવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી મઘમઘી ઉઠ્યું હતું. જ્યારે પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તો દીકરી માટે એનાથી મોટો હરખ શું હોઈ શકે ! પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપીને જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ હતી. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર ૭૫ દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી

મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી ૭૫ દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે ” દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાના કુળને જ દીપાવે પણ દીકરીમાં એ સામર્થ્ય છે કે પિતા અને પતિ એમ બે કુળને દીપાવી શકે છે. જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે. દીકરીઓને વૈચારિક કરિયાવર બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાંતણે બાંધી રાખે છે. ચાણક્ય કહેતા કે ‘ પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હૈ’ એ રીતે સાસરિયાના સુખ દુઃખ પણ વહુના વાણી વર્તનમાં છે. દીકરી ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ તરફ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે. સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના શિરે છે. સાસુ સસરા અને વહુ વચ્ચે જે જનરેશન ગેપ આવી જાય છે એને મોહબ્બત અને માનવતાની માટીથી પુરજો. મહેંદીની મહેક જેવી ખુશી ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહે એવી મંગલ કામના..”

Related posts

CM ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આ 23 મંત્રી લેશે શપથ, જાણો કોણ અને ક્યાં વિસ્તારના મંત્રીઓનો કરવામાં આવ્યો સમાવેશ…

saveragujarat

દુબઈમાં ભારતીયને ૧.૨ કરોડ પરત ન કરતા એક માસની કેદ

saveragujarat

એરબસ ડિફેન્સ અને ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં જ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી 30ના રોજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

saveragujarat

Leave a Comment