Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું કરાયું આયોજન

સવેરા ગુજરાત,જામનગર , તા.21

જામનગર,  : જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા શ્રી ડો.રીટા એન.ઝાના માર્ગદર્શન હેઠળ ગત તા.08 નવેમ્બરના રોજ ”આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ”આર્ટ ઈન રેડિયોલોજી” અને ”રેડિયોલોજી રંગોળી” ના શીષર્ક હેઠળ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં સંસ્થાના અનુસ્નાતક અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

”આર્ટ ઈન રેડિયોલોજી” સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી ચીજવસ્તુઓ દ્વારા વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને તેનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. આ એક્સ-રેમાં દેખાતા સ્વરૂપ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ”રેડિયોલોજી રંગોળી” સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ કલર્સનો ઉપયોગ કરીને વિષયલક્ષી રંગોળી દોરવામાં આવી હતી.

આ બંને સ્પર્ધાઓના અંતે વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોના આયોજન થકી વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહનની સાથે રેડિયોલોજી વિષયની માહિતી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.યેષા જાની, ડો.માનસી ખાતરી, ડો.અભિષેક નિમાવત, ડો.કાજલ શીલુ, ડો.ફોજીયા પઠાન અને વિભાગના તમામ કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

પાકિસ્તાની 41 હિંદુઓને ભારતની નાગરિકતા પત્ર કરાયા એનાયત. “અપને મુલક મેં આને સે બહોત ખુશી હો રહી હૈ”: બિસ્માબાઈ

saveragujarat

મોદીની હત્યા માટે ૨૦ કિલો આરડીએક્સ મોકલ્યાની ધમકી

saveragujarat

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

saveragujarat

Leave a Comment