Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સુરતમાં સાઉથ કોરિયન કંપનીએ કર્યું મોટું રોકાણ

સવેરા ગુજરાત,સુરત, તા.૨૪
ડાયમંડ કટ પોલિશ્ડનું કામ સસ્તુ હોવાથી વિદેશી કંપનીઓની નજર હવે સુરત પર પડી છે. એક કંપનીને સુરત જીઈઢ માં મંજૂરી મળી ગઈ છે જયારે અન્ય બે કંપનીઓની જમીન મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ડાયમંડ કટ અને પોલિશ્ડનું કામ ખુબજ સારુ અને ઓછી કિમતે થતુ હોવાથી જ્વેલરીની પડતર કિમત પણ ઘટી જાય છે. જેનો લાભ લેવા માટે વિદેશના ઉદ્યોગકારો અહીં યુનિટ શરુ કરી રહ્યા છે. હાલમાં જ સાઉથ કોરિયાના એક ડાયમંડ જ્વેલરી મેન્યુક્ચર્સે સ્થાનિક ભાગીદાર સાથે મળીને સચિન સ્થિત સ્પેશ્યલ ઇ કોનોમિક ઝોનમાં યુનિટ શરુ કરવા માટેની પરવાનગી મેળવી છે. જ્યારે અન્ય બે વિદેશી કંપનીઓ દ્વારા પ્રોસેસ શરુ કરવામાં આવી છે. સુરત દુનિયામાં કટ-પોલિશ્ડ હીરા માટેનું કેન્દ્ર માનવામાં આવે છે. ૯૦ ટકા કરતા વધારે હીરા અહીં કટ અને પોલિશ્ડ થયેલા હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સ્કીલ્ડ રત્નકલાકારો કામ કરે છે. વિદેશોના જ્વેલરી મેન્યુફેક્ચર્સ ભારતથી અથવા અન્ય સ્થળોથી ડાયમંડ ઇમ્પોર્ટ કરી તેની જ્વેલરી બનાવે છે અને અંતરરાષ્ટ્રીય બજારમાં વેચે છે. કેટલાક મેન્યુફેક્ચર્સનું માનવુ છે કે, કટ અને પોલિશ્ડ હીરા વિદેશોમાં ખરીદી કરીને જ્વેલરી બનાવવાથી તેની પડતર કિંમત ખુબ વધી જાય છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રતિસ્પર્ધામાં તકલીફ નડે છે. તેથી તેઓએ કટ અને પોલિશ્ડ હીરા માટે સુરતમાંજ યુનિટો શરુ કરવા માટે વિચાર કરી રહ્યા છે. ટેક્સની માયાજાળમાંથી બચવા માટે સ્પેશલ ઇકોનોમિક ઝોનમાંજ યુનિટ શરુ કરવાની પ્રોસેસ પણ ઉદ્યોગકારોએ શરુ કરી છે. સુરતમાં હીરાનું કામ ખુબ સારુ અને સસ્તુ હોવાથી સાઉથ કોરિયાની કેટીડી જ્વેલરીએ યુનિટ શરુ કરવાનો ર્નિણય લીધો છે. તેને પરમીશન પણ મળી ગઇ છે. નજીકના દિવસોમાં કરોડો રૂપિયાના રોકાણ સાથે અહીં કામ શરુ કરાશે. જ્યારે અન્ય બે વિદેશી કંપનીઓ દ્વારા પણ ઇન્ક્‌વાયરી શરુ કરવામાં આવી છે. હાલ સાઉથ કોરિયાની કંપનીને કટ-પોલિશ્ડ હીરા માટેની મંજૂરી મળી છે. અહીંથી હીરા તૈયાર કરી વિદેશોમાં તેમનીજ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં મોકલશે. પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે કંપનીઓ આ રસ્તો અપનાવી રહી છે.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૬,૦૬૪ નવા કેસ નોંધાયા

saveragujarat

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

saveragujarat

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: પ્રચંડ જનમેદનીની ઉપસ્થિતિમાં આણંદના ખંભાત તેમજ બનાસકાંઠાના થરાદ અને ડીસા ખાતે સભાને સંબોધન કરતા : અમિત શાહ

saveragujarat

Leave a Comment