Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પત્ની ઘરેથી ભાગી જતા પતિએ મિત્ર પર શંકા રાખી અપહરણ કર્યું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૨
શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્ની ભાગી જતાં પતિએ પોતાના જૂના મિત્ર પર શંકા રાખી પહેલા તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં સૂમસાન જગ્યા પર લઈ જઈ ઢોરમાર મારી તેને લૂંટી લીધો હતો. પીડિત પ્રદીપસિંહે શનિવારે જમીન દલાલ તરીકે કામ કરતાં ભાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને બે ગાડીમાં સવાર શખ્સો તેનો પીછો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેના પર તેને કેશલ એપાર્ટમેન્ટ પાસે જવા કહ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ત્યાં પહોંચે તે પહેલા જ પોદાર સ્કૂલ પાસે તેણે કેટલાક લોકોની ભીડ જાેઈ હતી. ત્યાં જઈને તેણે પૂછતાં લાકડીઓ લઈને આવેલા આઠથી દસ શખ્સો ધાકધમકી આપી બળજબરીથી પ્રદીપસિંહને પોતાની ગાડીમાં બેસાડી રિંગ રોડ તરફ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ભાઈ પ્રદીપસિંહનું અપહરણ થતાં ધર્મેન્દ્રસિંહ ચિંતિત થયો હતો. તેણે તપાસ કરતાં આ કૃત્ય બીજા કોઈનું નહીં પરંતુ પહેલા ચાની કીટલી ચલાવતા અને તેના મિત્ર પ્રભાત રબારીનું હોવાનો ખુલાસો થયો હતો. પ્રભાતે તેના સાગરિતો સાથે મળીને પ્રદીપસિંહનું અપહરણ કર્યું હતું. ધર્મેન્દ્રસિંહ તરત જ ચાંદખેડા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પૂછપરછ માટે આરોપીના ઘરે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તે ફરાર થઈ ગયો હતો. થોડા કલાક બાદ ધર્મેન્દ્રસિંહને પ્રદીપસિંહનો ફોન આવ્યો હતો, જેમાં તેણે અપહરણકર્તાએ તેને પાટણ-રાધનપુર હાઈવે પણ છોડી દીધો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તરત જ ત્યાં પહોંચી હતી. જ્યાં તેમણે પ્રદીપસિંહને બ્રિજ નીચે એક રિક્ષામાં બેઠેલો જાેયો હતો અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. પોલીસે પૂછપરછ કરતાં પ્રભાત રબારી, વિશાલ ઉર્ફે વીહો રબારી, લાલો રબારી, બલો રબારી, દેવજી રબારી, વિષ્ણુ રબારી, ભરત રબારી, અમરત રબારી તેમજ હમીર રબારીએ તેનું અપહરણ કર્યા બાદ ગાલ, આંખ, પેટ અને નાક પર મુક્કા માર્યા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, પ્રભાતની પત્ની ઘરેથી ભાગી ગઈ હતી અને તે તેની સાથે ભાગી હોવાની તેને શંકા હતી. તેથી આરોપીએ તેને બંધક બનાવ્યો હતો અને દૂર ગાડી લઈને તેને માર માર્યો હતો. આરોપીઓએ માર મારવાની સાથે-સાથે પ્રદીપસિંહ પાસે રહેલા ૫૫ હજાર પણ લૂંટી લીધા હતા અને ત્યાંથી નાસી ગયા હતા. ચાંદખેડા પોલીસે આશરે ૧૪ શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. પીઆઈ વી.એસ. વણઝારાએ સ્થાનિક અખબાર નવગુજરાત સમય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘નવ લોકોના નામ સાથે અને અન્ય ૧૪ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પાટણ અને બનાસકાંઠા છે. પ્રભાતની પત્ની ગુમ થતાં પ્રદીપસિંહ ભગાડી ગયો હોવાની તેને આશંકા હતી’.

Related posts

અમદાવાદમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને અંકુશમાં લેવા વધુ સતર્ક બની

saveragujarat

લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથીઃ શશી થરૂર

saveragujarat

વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત જનજાગૃતિ રેલીનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર

saveragujarat

Leave a Comment