Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વહેલી સવારથી મ.ગુજરાત પર મેઘો મહેરબાન, ગાજવીજ સાથે વરસાદ

સવેરા ગુજરાત,વડોદરા, તા.૨૪
આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઇ, છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાેવા મળી છે. ગોધરા,જાંબુઘોડા, કાલોલ, ઘોઘંબા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. હાલમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા છે. વડોદરામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. સતત બે દિવસ ભારે બફારા બાદ વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. વડોદરાના ડભોઈમાં વરસાદનું આગમન થયું છે. ડભોઈ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ધરમપુરી, વાયદપુર, ભીલાપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આણંદ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આણંદ, બાકરોલ, ચિખોદરા, ગામડી, વઘાસી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા ૨ કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બોડેલીમાં વરસાદ વરસ્યો છે. મોડી રાતથી બોડેલી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બોડેલીના રાજખેરવા રોડ પર રસ્તાઓ પર પાણી ભરાયાં છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. આણંદના ઉમરેઠમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાેવા મળી રહી છે. ઉમરેઠમાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. સુરેલી, સુંદરપુરા, ભાલેજ ,પણસોરા, થામણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. પરંતુ વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલસર, ધુણાદરા, વલ્લભપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ડાકોર મંદિરની બહાર વરસાદી પાણી ભરાવાથી ભક્તો મુશ્કેલીમાં મુકાયાં છે. ડાકોરના તમામ રસ્તાઓ પર નદી નાળા જેવા દ્રશ્યો સર્જાયા છે. આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે.

Related posts

बिहार के मधुबनी रेलवे स्टेशन पर ट्रेन में आग लग गई. मधुबनी रेलवे स्टेशन पर ट्रेन की खाली गाड़ियों में लगी आग

saveragujarat

મહારાષ્ટ્રના ઠાણેમાં શહેરીકરણ-ભારે હવામાનથી પૂરનું જાેખમ વધ્યું

saveragujarat

કચ્છમાં સિઝનનો સૌથી વધુ ૧૦૪ ટકા વરસાદ નોંધાયો

saveragujarat

Leave a Comment