Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યોગ માત્ર શારીરિક કસરત નથી, જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે

સવેરા ગુજરાત,સુરત, તા.૨૧
૨૧મી તારીખે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં યોજાઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ૧.૪૫ લાખ લોકો ભેગા થઇન યોગ કરી રહ્યા છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને યોગ દિવસની હાર્દિક શુભકામના આપી છે. તેમમે ટિ્‌વટ કરીને જણાવ્યુ છે કે, આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો.. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. મળતી માહિતી પ્રમાણે, સુરત ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં રૂ જંકશનથી જીફદ્ગૈં્‌ સર્કલ ૪ કિલોમીટર સુધી, રૂ જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ ૪ કિલોમીટર સુધી, તેવી જ રીતે રૂ જંકશનથી સુરત એરપોર્ટ ગેટ સાડા ચાર કિલોમીટર સુધી મળી પ્રતિ ૧ કિલોમીટરે આશરે ૧૦ હજાર નાગરિકો એટલે કે ૧ લાખ ૪૫ હજાર નાગરિકો કુલ સાડા બાર કિલોમીટર પાથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ઉપરાંત સવા લાખથી વધુ નાગરિકો એક સાથે, એક જ સ્થળે યોગાભ્યાસમાં જાેડાઇ વિશ્વ વિક્રમ સર્જશે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં રૂ જંકશનથી જીફદ્ગૈં્‌ સર્કલ -૪ કિ.મી સુધી, રૂ જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – ૪ કિ.મી સુધી, તેવી જ રીતે રૂ જંકશનથી સુરત એરપોર્ટ ગેટ – ૪.૫ કિ.મી સુધી મળી પ્રતિ ૧ કિમી આશરે ૧૦,૦૦૦ નાગરિકો એટલે કે ૧,૨૫,૦૦૦ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થશે. સુરતના કાર્યક્રમમાં જાેડાવવા માટે ૧૮મીના રવિવારે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતુ. આપને એ પણ જણાવીએ કે, રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. યોગ દિવસ પર સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ દેખાઇ રહ્યા છે.

Related posts

દેલોલ ગામમાં ૧૭ લોકોની હત્યાના ૨૨ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

saveragujarat

ઈડર પોલીસ અને પાટણ એલ.સી.બી. ની સરાહનીય કામગીરી

saveragujarat

बिहार के मधुबनी रेलवे स्टेशन पर ट्रेन में आग लग गई. मधुबनी रेलवे स्टेशन पर ट्रेन की खाली गाड़ियों में लगी आग

saveragujarat

Leave a Comment