Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બીજા રાજ્યના બુટલેગરોએ પોલીસ ઉપર કર્યો હુમલો

સવેરા ગુજરાત,દાહોદ, તા.૧૮
દાહોદ જિલ્લાના સાગટાળાના કાળીયાકુવા રોડ ઉપર પોલીસ ઉપર ફાયરીંગ અને પોલીસની ગાડી સળગાવી દેવાની ઘટના બની છે. દારૂની ભરેલી ગાડી રોકવા જતા પોલીસ ઉપર ફાયરીંગ કરાયું હતુ અને બુટલેગરોએ પોલીસની ગાડી સળગાવી હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બુટલેગરે પોલીસ ઉપર હુમલો કર્યો અને ફાયરીંગ કર્યુ હતુ. જેમાં સામે પોલીસે પણ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. આ વિશે દાહોદના એસપી બલરામ મીનાએ જણાવ્યું કે, ૧૮ જુન ૨૦૨૩ ના રોજ રાતે ૧.૧૫ કલાકે દાહોદ જિલ્લાનાં કાલીયાકુવા ગામ રોડ ઉપર સાગટાળા થાણા ઇન્ચાર્જ તથા પોલીસ કર્મચારીઓ દારૂની માહિતી વિશે વૉચ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ટીમ ઉપર બુટલેગર (૧) કુતરીયાભાઇ રામજીભાઇ નાયક (રહે. નાની વડોઇ, તા.કઠીવાળા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૨) દિલીપભાઇ શંકરભાઇ નાયક (રહે.ઉંમરવડા તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૩) રાજુભાઇ શંકરભાઇ તોમર (તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા તેઓની સાથે બીજા આશરે પંદરેક માણસો મોટર સાયકલો ઉપર આવ્યા હતા.તમામ લોકોએ હાથમાં તીર-કામઠા, ધારીયા-પાળીયા, લાકડી તેમજ પાઇપો જેવા મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી હતી. આ ટોળકીએ પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઇ હુમલો કરતા અને સરકારી વાહન નંબર-GJ-૨૦-GA-૧૨૬૦, p-૯ ને નુકસાન કરતા પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું. જેના બાદ તમામ આરોપીઓ પોતપોતાની મોટરસાયકલ પર બેસી ભાગી ગયા છે. તેઓને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવી રવાના કરી હતી. આ બનાવ સંબંધે આરોપીઓ વિરૂદ્ધ સાગટાળા પો.સ્ટે.એ-પાર્ટ-ગુ.ર.નં. ૧૧૮૨૧૦૫૦૨૩૦૧૭૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ- ૩૦૭, ૩૫૩, ૧૮૬, ૪૨૭, ૪૩૫, ૪૪૦, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા ગુજરાત પોલીસ અધિનીયમ કલમ.૧૩૫ તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ.૩,૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.

Related posts

લાલસિંહ ચઢ્ઢાને ખરીદવાનો નેટફ્લિક્સે ઈનકાર કર્યો

saveragujarat

અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ૨૧ વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

saveragujarat

ગાંધીનગર ખાતે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી ભરતીની વયમર્યાદા અંગે લેવાયો આ મોટો નિર્ણય…

saveragujarat

Leave a Comment