Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ચક્ષુદાનને કૌટુંબિક પરંપરા બનાવીને દ્રષ્ટિહીનને નવી દ્રષ્ટિ આપીએ, ચક્ષુદાન કરીએ:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૯
વિશ્વભરમાં અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે ૧૦ જૂનને વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.ચક્ષુદાન કરીને જરુરીયાતમંદને નવી દ્રષ્ટિ આપવાથી ઉત્તમ કાર્ય અન્ય કંઇ ન હોઈ શકે તેમ જણાવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચક્ષુદાનને કૌટુંબિક પરંપરા બનાવીને દ્રષ્ટિહીનને નવી દ્રષ્ટિ આપવાના ચક્ષુદાનના આ સેવાયજ્ઞમાં રાજ્યના નાગરિકોને જાેડાવવા અને ચક્ષુદાનની મહત્તમ જાગૃકતા ફેલાવવા અનુરોધ કર્યો છે.દેશમાં વાર્ષિક ૨,૦૦,૦૦૦ જેટલા ચક્ષુઓની જરૂરિયાત સામે દેશમાં સરેરાશ ૭૦,૦૦૦ જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થાય છે. જે પૈકી ૩૫ થી ૪૦ ટકા જેટલા ચક્ષુઓ જ કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાતમા ચક્ષુદાનનુ આ પ્રમાણ ૫૦ થી ૫૫ % જેટલું છે.આથી ગુજરાત અને સમગ્ર દેશમાં હજુ પણ ચક્ષુદાન ક્ષેત્રે જનજાગૃતિની આવશ્યકતા રહેલી છે.રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ સંદર્ભે ગુજરાત રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. રાજ્યમાં દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણના અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી છેલ્લા દાયકામાં રાજ્યનો અંધત્વનો દર ૦.૯%થી ઘટીને ૦.૩% જેટલો થયો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં અંધત્વ દર ૦.૨૫% સુધી લઇ જવાનો રાજ્યસરકાર અને આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત રાજ્યને ફાળવવામાં આવેલ ૧,૨૬,૦૦૦ મોતિયાના ઓપરેશનની સામે રાજ્યમાં ૬,૨૬,૬૩૮ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા. જેમાં ૫૦૪% સિદ્ધિ સાથે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગુજરાતની આ સિદ્ધિની નોંધ કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’માં પણ લેવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ દરમ્યાન પ્રસિદ્ધ કરવામાં આવેલ અહેવાલ મુજબ કુલ અંધત્વના ૭.૪% કીકીના રોગોને કારણે જાેવા મળે છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઇજા, ચેપ, કુપોષણ, વિટામીન એ ની ખામી તથા જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે. રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દૃષ્ટિ ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઇ જાય છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. દેશમાં કીકીના રોગોને કારણે હાલમાં ૨,૦૦,૦૦૦ જેટલા વ્યક્તિઓ અંધ છે અને દર વર્ષે ૨૦,૦૦૦ જેટલા નવા કેસો સતત ઉમેરાતા રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આથી અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ થકી ચક્ષુદાન ક્ષેત્રે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.ગુજરાત રાજય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૪૪૧ ચક્ષુદાન મેળવવામાં સફળતા મળેલ છે. રાજ્યમાં ચક્ષુદાન અંગે ઉપલબ્ધ સુવિધાઓ રાજયમાં હાલ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એકટ (હોટા) – ૧૯૯૪ અંતર્ગત ૩૩ આઇ બેંક, ૬૬ આઇ ડોનેશન સેન્ટર અને ૦૬ કીકી પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે. રાજયમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ચક્ષુદાન સમયસર મેળવી શકાય તે હેતુસર સરકારી હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા ૧૭૪ ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન સ્વીકારવા માટેની ખાસ તાલીમ ગત ત્રણ વર્ષમાં આપવામાં આવી છે.રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સહાય અને યોજનાકીય લાભો.રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ સંસ્થા ચક્ષુદાન પ્રવૃત્તિમાં ભાગીદાર થાય તે હેતુસર અનુદાનની જાેગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને સરકારી ક્ષેત્રે નવી આઇ બેંક પ્રસ્થાપિત કરવા માટે ?૪૦ લાખની જાેગવાઇ કરવામાં આવી છે. આઇ ડોનેશન સેન્ટરને પ્રસ્થાપિત કરવા ?૧ લાખની જાેગવાઇ છે. તદ્‌ઉપરાંત પ્રતિ ચક્ષુદાન દીઠ આઇ બેંક અને આઇ ડોનેશન સેન્ટરને અનુક્રમે ?૨૦૦૦/- અને ?૧૦૦૦/- ફાળવવામાં આવે છે.ૐસ્ૈંજી વેબ પોર્ટલ ચક્ષુદાનમાં મળેલ ચક્ષુઓની ગુણવત્તા જળવાઇ રહે અને દાનમાં મળેલ આ ચક્ષુઓ પૈકી મહત્તમ ચક્ષુઓનું કીકી પ્રત્યારોપણમાં ઉપયોગ થઇ શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં પ્રથમ વખત નવતર ઉપક્રમ અંતર્ગત ૐસ્ૈંજી વેબ પોર્ટલ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યના તમામ આઇ ડોનેશન સેન્ટર, આઇ બેંક અને કીકી પ્રત્યારોપણ કેન્દ્રોને આવરી લેવામાં આવશે તથા ચક્ષુદાતા પાસેથી ચક્ષુદાન પ્રાપ્ત થયાથી કીકી પ્રત્યારોપણ સુધીનું ઇીટ્ઠઙ્મ ્‌ૈદ્બી ્‌ટ્ઠિષ્ઠૌહખ્ત કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી ૩થી ૪ વ્યક્તિઓને અલગ-અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દૃષ્ટિ આપી શકાય છે.ભારતમાં ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવે છે.

Related posts

લગ્નમાં 150 લોકોની હાજરીનો નિયમ આવતા કેટરિંગ અને મંડપ સર્વિસના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા, 50 ટકા ઓર્ડર થયા કેન્સલ

saveragujarat

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ કૉરિડોરનાં નિર્માણ કાર્યની કરી સમીક્ષા.

saveragujarat

શેરબજારમાં મંદીનો ઝટકો : સેન્સેકસ 300 પોઈન્ટનું ગાબડું

saveragujarat

Leave a Comment