Savera Gujarat
Other

લગ્નમાં 150 લોકોની હાજરીનો નિયમ આવતા કેટરિંગ અને મંડપ સર્વિસના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા, 50 ટકા ઓર્ડર થયા કેન્સલ

ગુજરાત સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. ગુજરાત સરકારે મંગળવારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન પ્રમાણે હવે લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 150 લોકો હાજરી આપી શકશે. સરકારના આ નિર્ણય બાદ અનેક લોકોની ચિંતા વધી ગઈ છે. મહત્વનું છે કે ઉત્તરાયણ બાદ લગ્નની સીઝન શરૂ થઈ રહી છે અને હવે સરકારના નવા નિર્ણયને લીધે સમસ્યા ઉભી થઈ છે. રાજ્ય સરકારે લગ્નમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકશે તેવી જાહેરાત બાદ અનેક લોકો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે લગ્ન માટે પહેલાથી અનેક તૈયારીઓ કરવી પડતી હોય છે. જે પરિવારમાં લગ્ન થવાના છે તે પરિવાર પણ હાલ મુંજવણમાં છે. કેમકે અત્યાર સુધી કંકોત્રી પણ આપી દેવામાં આવી છે. આ સાથે લગ્નની સીઝનમાં જે લોકોને પોતાનો ધંધો સારો ચાલશે તેવી આશા હતી તેને પણ ઝટકો લાગ્યો છે.

રાજ્ય સરકારે અચાનક 150 લોકોની મર્યાદાનો નિયમ જાહેર કરતા રાજકોટમાં કેટરિંગ અને મંડપ સર્વિસ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફટકો લાગ્યો છે. તેમના 50 ટકા જેટલા ઓર્ડર રદ્દ થઈ ગયા છે. 400ની જગ્યાએ હવે માત્ર 150 લોકો મંજૂરી આપી શકે તે નિર્ણય બાદ અનેક લોકોએ ઓર્ડર રદ્દ કરી દીધા છે.

એક મંડપ સર્વિસના સંચાલક જયભાઈ આંબલિયા અને કેટરિંગના વેપારી હિતેન પારેખે કહ્યુ કે, સરકારના નિર્ણયને લીધે 50 ટકા જેટલા ઓર્ડર રદ્દ થઈ ગયા છે. લગ્નની અંદર સાંજે 7થી 9 વચ્ચે ક્યારેય જમણવાર પૂર્ણ થાય નહીં. તો કર્ફ્યૂનો સમય 10 કલાકનો છે. જો તેનાથી મોડું થાય તો પોલીસ પણ આવી જાય છે. અચાનક આવેલા આ નિર્ણયને કારણે નાના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે.

Related posts

રાજ્યની પાલિકા અને મહા પાલિકાને વિકાસના કામો માટે ૧૧૮૪ કરોડનો ચેક અર્પણ કરતાં મુખ્યમંત્રી

saveragujarat

ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા

saveragujarat

ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આજથી આગમન

saveragujarat

Leave a Comment