Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમરાઇવાડીમાંથી બે તો નરોડામાં એક જગ્યાએ દરોડા પડ્યા

સવેરા ગુજરાત ,અમદાવાદ,તા.૧૯
અમદાવાદ શહેરનો અમરાઇવાડી વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પંકાયેલો છે. ત્યારે ફરી એકવાર ત્યાંના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક જ વિસ્તારમાંથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીને આધારે કાર્યવાહી કરી છે. પરંતુ સ્થાનિક પોલીસની પણ મિલિભગત હોવાનું ચર્ચામાં છે. ત્યારે અમરાઇવાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂ અનો જુગારનો ક્વોલિટી કેસ કર્યો હતો. જ્યારે નરોડામાં ફ્લાવર ભરેલા થેલાની આડમાં દારૂ લાવતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આમ તો, શહેર પોલીસ કમિશનર અને તેમના અધિકારીઓ દારૂબંધીની વાતો કરતા હોય છે. ત્યારે છડેચોક તેમના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ ગાંધીનગરથી આવી અમદાવાદમાં દરોડા પાડી રહ્યા છે. ત્યારે અમદાવાદ પીસીબી હોય કે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. વિશેષ વાત તો એ છે કે, અમદાવાદમાં સ્ટેટ મોનિટરીંગ સેલની એક સાથે ત્રણ જગ્યાએ રેડ થઇ છે. રેડ થતાં જ કવિ બની મીઠી મીઠી કવાલી કરતા અધિકારીના અમરાઇવાડીના ગેરકાયદે પ્રવૃત્તિના ધંધા ઉઘાડા પડી ગયા છે. એક સાથે બે રેડ થતાં અધિકારીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી.એક પ્રોહિબિશનના કેસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે અશ્વમેઘ સોસાયટીમાં રેડ કરી ૧૦૬ વિદેશી દારૂની બોટલો તથા પાંચ લિટર દેશી દારૂ મળી ૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ગ્રાહકથી માંડી મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બે લોકો ફરાર થઈ ગયા હતા અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ જ બદનામ અમરાઇવાડી વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલને જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરી ટોકન, ગંજીપાના સહિતના ૩.૨૩ લાખના મુદ્દામાલ સાથે ૨૮ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ફરાર પાંચ આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઝોન ૫ ડીસીપી અને આઇ ડિવિઝન એસીપીના ફેવરિટ હોવાનું લોકોને કહેનારા અમરાઇવાડી પીઆઇ સામે હવે તેમના અધિકારીઓ પગલાં લે છે કે હજુય ખોળામાં બેસાડી પ્રેમાલાપ કરી તેઓને અંધારામાં રાખે છે તે જાેવાનું રહેશે.અમરાઇવાડીમાં સતત એસએમસીની બબ્બે રેડ થતાં જ હકીકત ઉઘાડી પડી ગઈ હતી. હવે સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે, ઉચ્ચ અધિકારીઓ તેમની સામે કાર્યવાહી કરે છે કે, પછી ખિસ્સા ગરમ કરી ઢાંકપિછોડો કરે છે તે જાેવાનું રહેશે. તો બીજી તરફ, અમરાઇવાડીમાં ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પોલીસ અધિકારીઓની રહેમ હેઠળ ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે શું પગલાં લેવાશે તે જાેવાનું રહેશે.નરોડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને ફુલાવરના કોથળાઓની આડમાં લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે કુલ ૧૧૫૨ દારૂની બોટલ સહિત ૧૦.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Related posts

‘આપ’ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે અમદાવાદમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

saveragujarat

ગોવાના કાર્યક્રમમાં અમિત શાહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ, પાકિસ્તાન નહી સુધરે તો ફરી કરીશુ સર્જીકલ સ્ટ્રાઈક…

saveragujarat

“બિપરજાેય” વાવાઝોડાની સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી તથા કામગીરીની સમીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

saveragujarat

Leave a Comment