Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

‘આપ’ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે અમદાવાદમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

સવેરા ગુજરાત,અમદાવાદ ,તા.૧૬
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે હવે લોકસભા ચૂંટણીમાં વધુ સમય રહ્યો નથી.આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના આપણે સૌ હંમેશા રૂણી રહીશું કારણકે આ બંને મહાન નેતાઓએ દેશને આઝાદ કરાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આજે સમગ્ર વિશ્વના નેતાઓ ય્૨૦ માટે દિલ્હીમાં આવ્યા હતા, ત્યારે સૌ નેતા મહાત્મા ગાંધીની સમાધિ પર નમન કરવા પહોંચ્યા હતા. કારણ કે આજે પણ વિશ્વમાં બાપુની અહિંસાની નીતિઓના કારણે આપણા દેશને ઓળખવામાં આવે છે. અને આપણને પ્રેમ અને ભાઈચાર માટે ઓળખવામાં આવે છે. પરંતુ જે પણ લોકો નફરતની રાજનીતિ કરી રહ્યા છે ,એ લોકો ક્યારેય પણ આવી રાજનીતિમાં સફળ નહીં થાય.આજે ગુજરાતમાં ભાજપને રાજ કરતા કરતા લગભગ ૩૦ વર્ષ થઈ ગયા અને આજે મને જાણવા મળ્યું છે કે ટી આર બી માં કામ કરતા ટ્રાફિકના જવાનોને રોજના ફક્ત?૩૦૦ પગાર મળી રહ્યું છે. મજૂરીનું કામ કરવા વાળા લોકો પણ આજે આના કરતાં વધુ રૂપિયા કમાઈ લેતા હોય છે. અને બીજી બાજુ ભણેલો ભણેલો યુવાન ટ્રાફિક જવાનની નોકરી કરે છે, તેને ફક્ત ૩૦૦ રૂપિયા પગાર મળે છે. એ પણ કાયમી નોકરીના રૂપમાં નહીં. ગુજરાતના અસંખ્ય યુવાનો એમ એડ, બી એડ કરીને શિક્ષકની નોકરી કરવા માંગે છે પરંતુ સરકાર એમને પણ કાયમી નોકરી આપવાની જગ્યાએ જ્ઞાનસહાયક નામે કોન્ટ્રાક્ટર નોકરી કરવા મજબૂર કરી રહી છે.આની પહેલા તો ભરતીની કોઈ પણ પરીક્ષા પેપર ફૂટ્યા વગર જતી ન હતી. આ તો આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે ખૂબ જ દબાણ બનાવી અને આજે સરકારને મજબૂર કરી ત્યારે તેઓ પરીક્ષાનું આયોજન કરી શકે અને એમાં પણ હવે પાસ થયેલા યુવાનનો કોન્ટ્રાક્ટર કામ કરવાનું કહી રહ્યા છે. આની પહેલા તેઓ અગ્નિવીર નામની યોજના પણ લાવ્યા હતા જેમાં યુવાનોને ચાર વર્ષ સુધી આર્મીમાં નોકરી આપી રહ્યા છે, પરંતુ ચાર વર્ષ પછી એ યુવાનો શું કરશે?ગુજરાતના યુવાનોને મહિને ૯૦૦૦ રૂપિયા આપવામાં આવે છે, જ્યારે મોદીજીએ તેમના મિત્ર અદાણીને બધું જ આપી દીધું છે. એરપોર્ટ, બંદર, કોલસો, પાણી, ગેસ, રોડ અને રેલવે આ બધી વસ્તુઓ આજે અદાણીની થઈ ગઈ છે. આકાશથી લઈને પાતાળ સુધી નરેન્દ્ર મોદીજીએ બધું અદાણીને આપી દીધું છે. તેઓ દેશ માટે નહીં પરંતુ પોતાના દોસ્ત માટે કામ કરે છે, એ વાતનો અને વિરોધ કરીએ છીએ. ગુજરાતના યુવાનોને ૧૦૦૦૦- ૨૦,૦૦૦ ની નોકરી આપવામાં આવે છે જ્યારે ઉદ્યોગપતિ મિત્રોને અઢી લાખ કરોડની લોન આપવામાં આવી છે. ગુજરાતના યુવાનોની બે-ચાર હજાર કરોડની લોન આપવામાં આવે તો પણ હજારો યુવાનોને તેઓ નોકરી આપવા લાગશે.ભાજપ વાળા લોકો વારંવાર અરવિંદ કેજરીવાલજી પર નિશાન સાધીને કહેતા હોય છે કે અરવિંદ કેજરીવાલ મફતમાં વીજળી પાણી આપે છે, મફતમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા આપે છે, મફતમાં બુજૂર્ગોને ચારધામની યાત્રા કરાવે છે અને મહિલાઓને બસની મફતયાત્રા કરાવે છે. તો હું એ ભાજપના લોકોને એટલું જ કહેવા માંગીશ કે અરવિંદ કેજરીવાલજી જનતાના પૈસાથી જ જનતાને સુવિધા આપી રહ્યા છે, જ્યારે ભાજપ વાળા જનતાના પૈસા તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે. નરેન્દ્ર મોદીજી એ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની ૧૩ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. ચૈતર ભાઈ એ જણાવ્યું કે ૧૦૦૦૦ સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે અને ૫૦૦ થી વધુ સ્કૂલોને પ્રાઇવેટના હાથમાં સોંપી દેવામાં આવી છે. ગુજરાતમાં સરકારી શિક્ષકોની પણ ખૂબ જ ઘટ છે. ગોપાલભાઈ હમણાં કહી રહ્યા હતા કે ગુજરાતમાં હિન્દુ મુસલમાનની રાજનીતિ કરીને ૩૦ વર્ષથી ભાજપ પોતાનો ધંધો ચલાવી રહી છે, પરંતુ જ્યારથી અરવિંદ કેજરીવાલજીએ કહ્યું છે કે અમે સ્કૂલ બનાવીશું, હોસ્પિટલ બનાવીશું, ત્યારથી ભાજપના લોકોમાં ભય બેસી ગયો છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રીજીએ અમદાવાદની એક સ્કૂલમાં જઈને લાઈવ પ્રસારણ કર્યું અને બધી બાજુ ચર્ચા થવા લાગી કે ગુજરાતમાં અદભુત સ્કૂલ નું નિર્માણ થયું છે પરંતુ જ્યારે ઈસુદાન ભાઈ અને બાકી પ્રદેશના નેતાઓએ સ્કૂલ જાેવા ગયા ત્યારે ખબર પડી કે એ સ્કૂલ જ્યાં બનાવવામાં આવી હતી તેના ટેન્ટ પણ ઉખડી ગયા છે. લગભગ ૩૦ વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પાર્ટી પાસે એક એવી સ્કૂલ નથી જે દુનિયાને બતાવી શકે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની ભારત આવ્યા હતા ત્યારે તેમણે પણ ભાજપ શાસિત રાજ્યોની સ્કૂલો જાેવાની જગ્યાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી દ્વારા બનાવવામાં આવેલ શાનદાર સ્કૂલોને જાેવાનું પસંદ કર્યું.ભાજપના લોકો હંમેશાં હિંદુ મુસલમાનની રાજનીતિ કરીને વોટ માંગે છે. પરંતુ આ દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી સૌથી વધુ ત્રસ્ત લોકો હિન્દુ જ છે. આ દેશની બેન્કોમાં સૌથી વધુ રૂપિયા હિન્દુ લોકોના છે, જેના ઉપર હજારો લાખો કરોડની લોન મોદીજી તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપે છે અને જે લોકો લોન નથી ભરી શકતા તેવા નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકો દેશ છોડીને ભાગી જાય છે. આ લોકોના કારણે જે રૂપિયા બરબાદ થયા એમાંથી મોટાભાગે રૂપિયા હિન્દુ લોકોના જ હોય છે. ઇડી અને સીબીઆઈએ મનીષ સિસોદિયાને જેલમાં નાખે છે જેઓ તમારા બાળકોને મફતમાં શાનદાર શિક્ષણ આપે છે, પરંતુ ઇડી અને સીબીઆઈના લોકો લલિત મોદી જેવા લોકોને જેલમાં નથી નાખતા.હું ગુજરાતના લોકોને એટલું જ કહેવા માટે આવ્યો છું કે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જ્યારે પણ તમે વોટ આપવા જાઓ ત્યારે પોતાની જાતને કહેજાે કે આ વખતે મારો વોટ સ્કૂલના નામે આપીશ, રોજગારના નામે આપીશ, સ્વાસ્થ્ય વ્યવસ્થાના નામે આપીશ, વિદેશોમાંથી કાળુ ધન પાછું લાવવાના નામે આપીશ અને દેશની તરક્કી અને ઉન્નતિના નામે આપીશ પરંતુ આ વખતે વોટ હિન્દુ મુસલમાનના નામે નહીં આપું. નફરતની દુકાન જે લોકો ચલાવી રહ્યા છે એ લોકોની દુકાન બંધ કરવાનું કામ આપણે સાથે મળીને કરવાનું છે.મને એ કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ ત્રીજું રાજ્ય હશે, જ્યાં આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે પોતાની સરકાર બનાવશે. અને આજે આખી દુનિયા જાણી ગઈ છે કે, જ્યાં આમ આદમી પાર્ટી હોય છે ત્યાં મફત શિક્ષણ, મફત સ્વાસ્થ્ય વ્યવસ્થા, મફત વીજળી, મફતમાં તીર્થયાત્રા, મફતમાં બસ સેવા જેવી અનેક યોજનાઓ લાગુ કરવામાં આવે છે અને ત્યારબાદ પણ રાજ્યનું બજેટ નફામાં રહેતું હોય છે. ગુજરાતમાં અત્યંત મોંઘી વીજળી મળે છે જ્યારે દિલ્હી બાદ પંજાબમાં પણ મફત વીજળી આપવામાં આવે છે પંજાબમાં તો ૯૦% લોકોના ઘરે વીજળીનું બિલ શૂન્ય આવી રહ્યું છે આ રૂપિયા બીજા કોઈના નહીં પણ જનતાના જ રૂપિયા છે જેનાથી મફત વીજળી આપવામાં આવી રહી છે. ભાજપના લોકો પ્રભુ શ્રીરામના પણ નથી, આમ લોકોના પણ નથી અને કોઈ કામના પણ નથી.ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડશે તો ગુજરાતમાં ઘણી બધી જગ્યા ઉપર ભાજપને હારનો સામનો કરવો પડશે અને આ માટે આમ આદમી પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓએ પોતાની ચીજ જાન લગાવીને મહેનત કરવામાં લાગી જવાનું છે. થોડા દિવસ બાદ નગરપાલિકાની ચૂંટણી છે ત્યાંથી જ ભાજપાના લોકોને હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાર્યકર્તા સંમેલનમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, જાે ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર હોત તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ થઈ ગયું હોત. પંજાબમાં જૂની સરકારોએ કોન્ટ્રાક્ટ પર યુવાનોને નોકરી આપી હતી પરંતુ ભગવંત માનજીની આમ આદમી પાર્ટીની સરકાર બન્યા, બાદ હજારો યુવાનોને કાયમી નોકરી કરી આપવામાં આવી. આજે ગુજરાતમાં મોંઘીદાટ વીજળી મળી રહી છે, પરંતુ જાે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર હોત તો, બે મહિનાની ૬૦૦ યુનિટ વીજળી મફતમાં મળતી હોત. અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતમાં યુવાનોને વાયદો કર્યો હતો કે ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ થશે. કારણ કે આ જૂની પેન્શન યોજના પહેલા તેઓ પંજાબમાં લાગુ કરાવી ચૂક્યા છે.આમ આદમી પાર્ટીના નેશનલ જાેઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ કાર્યકર્તા સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે, ૨૦૨૨ની ચૂંટણીમાં આપણે જે કમાલ કરીને બતાવી છે તેની નોંધ ઇતિહાસ પર લેવાઈ ગઈ છે. હાલ ભલે આપણને ૨૦૨૨ના પરિણામ ઐતિહાસિક ન લાગતા હોય પરંતુ ૨૦૩૨માં લોકો કહેશે કે, ૨૦૨૨માં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કમાલ કરીને બતાવી હતી. ભાજપના નેતાઓ ભણ્યા નથી એટલે તેઓ આજે તમારા બાળકોને પણ ભણાવવા માગતા નથી. આવા અન્યાય સામે આપણે હંમેશા લડતા રહીશું, કારણ કે આપણે આપણા બાળકોને સારું શિક્ષણ અપાવવાનું છે અને સારું ભવિષ્ય આપવાનું છે. આપણે સૌએ સંઘર્ષ કરીને ગુજરાત રાજ્યને આગળ લઈ જવાનું છે અને એના માટે દિવસ રાત મહેનત કરવાની છે.

Related posts

उत्तर भारतीय विकास परिषद का विस्तार कर 551 नए पदभार दिए गए ।

saveragujarat

CDS બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેના ભૂક્કા બોલાઈ ગયા,

saveragujarat

માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે કલોલના હાજીપુરની મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓએ જય અંબે…..ના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કર્યુ

saveragujarat

Leave a Comment