Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદના બિલેશ્વર મંદિરમાં શિવ ભક્તોનું ઘોડાપૂર આવ્યું

સવેરા ગુજરાત,નવી દિલ્હી,તા.૧૮
મહાશિવરાત્રીનો મહાપર્વ પર અમદાવાદના બિલેશ્વર મંદિરમાં શિવ ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. ભક્તો માટે ૧૦૦૦ લીટર ઠંડાઈના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૨,૦૦૦ થી પણ વધુ ભક્તોએ ઠંડાઈનો પ્રસાદ લીધો હતો. શહેરના શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્‌યા હતા. દેશભરમાં શનિવારે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પર્વની ટિ્‌વટ દ્વારા શુભકામના પાઠવી હતી. ભગવાન ભોળાનાથને ભાંગ અતી પ્રિય છે. વરીયાળી, ખસખસ જેવા અનેક દ્વવ્યોથી ભાંગ તૈયાર કરવામાં આવે છે અને આ પ્રસાદ ભોળાનાથને ચડાવવામાં આવે છે. વર્ષમાં માત્ર એક વખત ભાંગનો પ્રસાદ ચડે છે મહાદેવને, અત્યારે ભવનાથ ખાતે પણ મુંચકુંડમાં ભાંગ બનાવવામાં આવી રહી છે. રાજકોટના રામનાથ, મહાદેવ પંચનાથ, ધારેશ્વર, જાગનાથ, ઈશ્વરીયા મહાદેવ સહિતના પૌરાણિક મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટના પંચનાથમાં ભાંગ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે મોટી સંખ્યામાં કતાર બંધ લોકો ભાંગ પ્રસાદ લીધો હતો. ધારેશ્વર મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રીના અવસરે પ્રાર્થના કરવા માટે તમિલનાડુના રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરમાં ભક્તોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી. વડોદરામાં સુરસાગર સ્થિત સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની શિવજીની પ્રતિમાનું શનિવારે અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ૧૧૧ ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ મઢીત કરાઈ છે. દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટે ભક્તો આજે શિવજી પર બીલીપત્ર, બિલ્વ ફળ અને ધતુરો અર્પણ કરશે, પ્રતીકાત્મક ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. વડોદરામાં શિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં બાર પ્રહરની પૂજા થશે. મહાશિવરાત્રીના અવસરે પ્રાર્થના કરવા માટે અમૃતસરના ‘શિવાલા બાગ ભૈયાન’ મંદિરમાં ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી છે. મહાદેવને જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે. આ તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના સંગમનું પ્રતીક છે. આ દિવસે એકાંત જીવનનો ત્યાગ કરીને ભગવાન શિવે વરરાજા બનીને દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. એવી પણ માન્યતા છે કે આ દિવસે વિશ્વ પ્રસિદ્ધ ૧૨ જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. આમાંથી માત્ર એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાશિવરાત્રિ પર ૯ દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન શિવના વિવિધ સ્વરૂપોની દરરોજ પૂજા કરવામાં આવે છે. બાબા મહાકાલ વરરાજા બને છે અને તેમનો વિશેષ મેકઅપ દરરોજ કરવામાં આવે છે. આવો જાણીએ ચાર કલાકની પૂજાનો શુભ સમય મહાશિવરાત્રીની પૂજાની રીત. મહાશિવરાત્રી પર ચાર કલાકની પૂજામાં અલગ-અલગ વસ્તુઓથી અભિષેક કરો. પ્રથમ તબક્કામાં દૂધ ચઢાવો. એવું માનવામાં આવે છે કે વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે. બીજા તબક્કામાં દહીંનો અભિષેક કરવાથી સંતાનમાં સુખ અને દાંપત્ય જીવનમાં સુખ આવે છે. ત્રીજા ચરણમાં ઘીથી અભિષેક કરો, એવું કહેવાય છે કે તેનાથી ધન અને સંપત્તિ આકર્ષિત થાય છે અને વ્યક્તિને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. મધની ધારા બનાવીને ચોથા ચરણમાં શિવલિંગ પર ચઢાવો, તેનાથી અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે. મહાશિવરાત્રીના નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ દિવસે રાત્રે શિવની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચાર કલાકે જાગીને શિવનો અભિષેક કરવો જાેઈએ. કહેવાય છે કે શિવજી અને પાર્વતીજી શિવરાત્રિ પર પૃથ્વીની યાત્રા પર જાય છે. જે લોકો આ રાત્રે ભક્તિ કરે છે, તેમને શિવ-પાર્વતીના વિશેષ આશીર્વાદ મળે છે. જીવનમાં સુખ આવે છે. મહાશિવરાત્રી તિથિ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ રાત્રે ૦૮ઃ૦૨ વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સાંજે ૦૪ઃ૧૮ વાગ્યે સમાપ્ત થશે.
શિવમહાપુરાણ અનુસાર મહાશિવરાત્રી પર બિલીપત્રની પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે શિવને પતિ તરીકે મેળવવા માટે દેવી પાર્વતીએ વર્ષો સુધી અન્ન-જળ વિના તપસ્યા કરી. વર્ષોથી, દિવસ-રાત, તે શિવલિંગ પર પરત પાણી અને બિલીપત્રથી મહાદેવની પૂજા કરતી હતી. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ શિવને સૌથી પહેલા બેલપત્ર અર્પણ કર્યા હતા. એવું માનવામાં આવે છે કે જાે ભગવાન શિવની પૂજા માટે અનેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ ન હોય અને માત્ર એક જ બિલ્વપત્ર ચઢાવવામાં આવે તો પણ તે પૂજાનું પૂર્ણ ફળ આપે છે. દામ્પત્ય જીવન સુખમય બને છે, શિવ જેવો જીવન સાથી મળે છે વિનાશના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવામાં આવે છે. એ જ રીતે દેવતાઓમાં કુબેરને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. કુબેર સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના દેવતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે ભગવાન કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી જ કુબેરને ધનપતિ કહેવામાં આવ્યા છે. દંતકથા અનુસાર, ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થશે. મહાશિવરાત્રી પર કુબેરના મંત્રનો જાપ કરવાથી ભોલેનાથની સાથે ભગવાન કુબેર પણ કૃપાળુ થાય છે. બેલપત્રના ઝાડના મૂળ પાસે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેની અસર વધે છે. ધ્યાન રાખો કે મંત્રના જાપમાં કોઈ ભૂલ ન થવી જાેઈએ. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ મંત્ર ખૂબ જ અસરકારક કહેવાય છે. ઘરની ગરીબી દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા લોકોએ છ મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જાેઈએ.

Related posts

કાશ્મીરીઓને કહ્યું- ‘હું પાકિસ્તાન નહીં તમારી સાથે વાત કરીશ’ -Amit Shah

saveragujarat

દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, ૯૮ ટકા વરસાદની સંભાવના

saveragujarat

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રયયુ સામન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

saveragujarat

Leave a Comment