Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બાગેશ્વરધામ બાબાના દરબારમાં અરજી લગાવવા ગયેલી મહિલાનું મોત

છતરપુર, તા.૧૭
છતરપુરના બાગેશ્વર ધામમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. મહિલા પતિ સાથે બાગેશ્વર ધામમાં ચાલી રહેલા મહાયજ્ઞ અને દિવ્ય દરબારમાં સામેલ થવા આવી હતી. ૧૬ ફેબ્રુઆરીએ અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ તેનો જીવ બચાવી શક્યા નહીં. આ સમાચાર બાદ ધામમાં સનસની ફેલાઈ ગઈ. મહિલાના પતિનું કહેવું છે કે, પત્નીને કિડનીની બિમારી હતી. તેની તબિયત મોટા ભાગે ખરાબ રહેતી હતી. લાશનું પોસ્ટમોર્ટમ કરીને પતિને સોંપી દેવામાં આવી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાેઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, મહિલાનું નામ નીલમ હતું. તે પોતાના પતિ દેવેન્દ્ર સિંહ સાથે બાગેશ્વર ધઆમ આવી હતી. દેવેન્દ્રએ મીડિયાને જણાવ્યું છે કે, અમે બાગેશ્વર ધામ રોકાયા હતા. ખૂબ સારુ કામ ચાલી રહ્યું હતું. રોજ પરિક્રમા લાગી રહી હતી. રોજ ખાવા-પીવાનું થતું હતું. હું પત્નીને દરબારમાં બેસાડીને પરિક્રમા કરતો હતો. ત્યાં સુધીમાં પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ. તેની તબિયત એક દિવસ પહેલા જ ખરાબ થઈ ગઈ હતી. બાદમાં પોલીસે કહ્યું કે, આને અહીંથી હટાવો. પત્નીને ગાડીમાં બેસાડીને બે કલાક ખેતરમાં બેસી રહ્યા. પતિએ કહ્યું કે, સંન્યાસી બાબાની તેમના પર કૃપા છે. તે છેલ્લા ૮ મહિનાથી સારી હતી. પતિ દેવેન્દ્ર જણાવે છે કે, પત્ની આરામથી ખાતી હતી. હરતી ફરતી હતી. દિલ્હીના ડોક્ટર્સ પણ નવાઈ પામ્યા હતા કે, મહિલા સાજી કેવી રીતે થઈ. પણ અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ. પત્નીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને કહ્યું કે, હોસ્પિટલમાં તપાસ કરાવી લો. પત્નીને કિડનીની સમસ્યા હતી.

Related posts

ઈડર-વડાલી હાઈ વે પર જૈન સાધ્વીજી ને નડ્યો અકસ્માત

saveragujarat

અમેરિકામાં ભારતીયોની વસતી ૩૦ લાખ નજીક પહોંચી ગઈ

saveragujarat

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં

saveragujarat

Leave a Comment