Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઓર્ગન ડોનેશન સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુ થી ગણતરીની મિનિટમાં સમગ્ર ગ્રીન કોરિડોર માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

સવેરા ગુજરાત,સુરત,તા.૧૭
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બીજુ અંગદાન સુરતની એઇમ્સ હોસ્પિટલ માંથી કરાવવામાં આવ્યુ”.પટેલ સમાજના બ્રેઈનડેડ શીવાભાઈ ખાતરા પરિવારે તેના ચક્ષુ, કિડની અને લિવરનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.ઓર્ગન ડોનરનું નામ ઃ શિવાભાઈ ખીમજીભાઈ ખાતરા (ઉંમર – ૬૩ વર્ષ).તા. ૧૫/૦૨/૨૦૨૩ ને સવારે ૭ઃ૦૦ વાગ્યે માથુ દુઃખવાની ફરિયાદ ઘરે કરેલી હતી, તેમજ સમય જતા ઘરે વોમિટિંગ શરૂ થઈ ગયું. પહેલા તો ડો.અંકિતભાઈ કાકડિયા ને ત્યા સરથાણા જકાતનાકા ખાતે સારવાર માટે લઈ ગયા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં ફરિ વોમિટિંગ થયુ અને બેભાન જેવા થઈ ગયા.
જેમને વિશેષ નિદાન માટે સ્ઇૈં માટે લઈ ગયા ત્યાંથી ડૉ.હિતેશ ચિત્રોડા (ન્યુરો સર્જન) નો સંપર્ક કરતા એઈમ્સ હોસ્પિટલ-સુરત માં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેઓની સારવાર શરુ થતા પણ દર્દીની હાલતમાં સુધારો થતો ન હતો તા.૧૬/૨/૨૦૨૩, સમય સાજે ૬ કલાકે તેઓને ડૉ. રાકેશ ભરોડીયા, ડૉ. હિતેશ ચિત્રોડા, ડૉ. મિલિન સોજીત્રા, ડૉ. રાજેશ રામાણી દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પુત્ર મેહુલભાઈ ના મિત્ર જયેશભાઈ મોવલીયા તથા કાનજીભાઈ ભાલાળા એ પી.એમ.ગોંડલીયા (જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન) નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમ દ્વારા તેમના પરિવાર જનોની અને એઈમ્સ હોસ્પિટલ-સુરતની મુલાકાત લીધી હતી. તા.૧૭/૦૨/૨૦૨૩ બપોરે ૨ઃ૧૫ એઈમ્સ હોસ્પિટલ, સુરત થી ૨ઃ૩૭ સુરત, એરપોર્ટ પહોંચ્યા હતા, ૨ઃ૪૫ (ફ્લાઈટ) સુરત એરપોર્ટ થી ૩ઃ૪૫ અમદાવાદ, એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ થી ૪ઃ૦૦ કલાકે ઝાયડ્‌સ હોસ્પિટલ, થલતેજ, અમદાવાદ પહોંચ્યા હતા, ૪ઃ૧૦ મીનીટે ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું.
(રૂટ= ૨૪૫ાદ્બ = ૧ કલાક, ૩૫ મિનીટ સમય) મેહુલભાઈ આર્થિક દાન આપવા સક્ષમ નથી પરંતુ પિતાનું બ્રેઈનડેડ થવાથી ઓર્ગન ડોનેટ કરવાનો ર્નિણય મક્કમ કર્યો. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં પુત્ર મેહુલભાઈ , ત્રણ દીકરી – જમાઈઓ અને તેમના પરિવારજનો, અને સમગ્ર એમ્સ હોસ્પિટલ,સુરત સ્ટાફનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. ગુજરાત સરકારની ર્જીં્‌્‌ર્ં સંસ્થા દ્વારા ઝાયડ્‌સ હોસ્પીટલ, અમદાવાદ દ્વારા ડો. આનંદ ખાખર, ડો.યશ પટેલ, કોર્ડીનેટર-રાજુભાઈ ઝાલા બને કિડની અને એક લિવરનું દાન ર્જીં્‌્‌ર્ં દ્વારા સ્વીકારવામાં આવેલ હતું. અને બંને આંખોનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.આ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશનની અવેરનેસ લાવવા ગ્રીન કોરીડોરની તિરંગા અને રાષ્ટ્રીય નારા સાથે શીવાભાઈનાં સમગ્ર પરિવાર, મહેશભાઈ સવાણી, અંકિત કળથીયા, નીતિન ધામેલીયા, જ્સ્વીન કુંજડીયા, ડો. પૂર્વેશ ઢાંકેચા, બીપીન તળાવીયા, વેજુલ વિરાણી, ચિરાગ બાલધા, રાહુલ માંડણકા એ હાજર રહી પ્રસ્થાન કરાવ્યું હતું.પી. એમ. ગોંડલિયા(ફાઉન્ડર, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન) તથા વિપુલ તળાવીયા (ટ્રસ્ટી-જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ) તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ટીમ અને એઈમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવારના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. વિશેષ પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા એ જણાવ્યું હતું કે, અંગદાન માટે જાગૃતિ લાવવા વિવિધ માધ્યમ અને પ્રેસ-મીડીયાના સહકાર થી અન્ય આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે

Related posts

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

saveragujarat

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર પાટણના ધારપુરમાં હુમલો

saveragujarat

અમરાઇવાડી વિધાનસભા વિસ્તારના ૫૫ વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે જઈને પોસ્ટલ બેલેટ મતદાન કરાયું

saveragujarat

Leave a Comment