Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજકોટમાં ૬૦૦ કરોડનુ ફુલેકું ફેરવનાર આરોપીની ધરપકડ

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૧૬
રાજ્યમાં છેતરપીંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લોભામણી સ્કીમ તો અમુક કિસ્સામાં નોકરી અને અમુક કિસ્સામા ઉંચા વળતરના નામેં રૂપિયા પડાવી લીધા બાદ અનેક આરોપીઓ ચુનો લગાવીને નાશી ગયાની ઘટનાઓ અવારનવાર બની છે આવી સ્થિતિ વચ્ચે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઉંચા વળતરના નામે આરોપીએ ગુજરાતભરના અનેક લોકોની મરમમૂડી ચાવી ગયો હતો. આ પ્રકરણ ઉઘાડું પડ્યા બાદ પોલીસે ફુલેકુ ફેરવનારને ઝડપી લીધો છે. આ મામલે રાજ્યના અંદાજીત ૧૫૦૦થી વધુ લોકોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાસી ગયો હતો. રાજકોટના આ અક્રમ અંસારીની આજે સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યભરમાં આ અક્રમ અંસારીએ રૂપિયા લીધા હતા. જેમ રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીના નામે રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા. જેમાં અંદાજી ૬૦૦ કરોડ રૂપિયા હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યુ છે. આક્રષક ગ્રાહકોને વ્યાજની લોભામણી જાહેરાતો આપી રૂપિયા પડાવી લેતો હતો અને ત્યારબાદ આવા ગ્રાહકો આ લાલચ-જાહેરાતના ચક્કરમાં આવી જતા હોય છે અને પોતાની આખી જીંદગીની જમા પુંજી આવા લેભાગુ તત્વોને આપી દેતા હોય છે. અને ત્યાર બાદ આવા લે ભાગુ તત્વો દ્વારા પહેલા તો લાલચ આપી હોવાથી પહેલા ઈન્સ્ટોલમેન્ટ આપે છે અને ત્યાર બાદ વધુ રકમ મળતા તમામ રોકડનું ફુલેકુ ફેરવી નાસી જતા હોય છે.રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૧૮માં ક્રેડિટ સોસાયટી શરૂ કરવામાં આવી હતી. જેનું નામ વિશ્વા મિત્ર ક્રેડિટ સોસાયટીના નામે આ શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ તમામ લોકો પાસેથી આ પેઢીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. અને મોટી રકમ ભેગી થતાની સાથે પેઢી ખોલનારા તમામ રફૂચક્કર થઈ ગયા હતા. અને લોકોની મરણ મૂડીનું સત્યનાસ થયુ હતુ અને રોવાનો વારો આવ્યો હતો.રાજકોટ શહેરમાં રહેતા અક્રમ અંસારી નામના શખ્સ દ્વારા આ સમગ્ર કૌભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી પોલીસને મળી હતી. ઉલ્લેખનીય છે કે આ અક્રમ વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીમાં રિજિયનલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો હતો.

Related posts

ડભોઇ પાંજરા પોળમાં ગાયો અને ગરીબો માટે ખોરાક રાખવામાં આવ્યો હતો…

saveragujarat

યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પર શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન-યુધ્ધના ભણકારા વચ્ચે થોડો રાહતનો સ્વાસ.

saveragujarat

રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી

saveragujarat

Leave a Comment