Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૫
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. ૨૯ મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-૫૭ નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે. આ ઉપરાંત એજ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે. મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય ૨૫ જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને સ્થાનિક આગેવાનો હાજર રહેશે.
મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્ય પોલીસને સતત વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવા રાજ્યની સરકાર છેલ્લાં બે દાયકાથી કટિબ્ધ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય અને પોલીસ વિભાગની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેવા બિનરહેણાંક મકાનો બનાવવા માટે ચોક્ક્‌સ એકશન પ્લાન સાથે કામ કરે છે. જેના ભાગ રૂપે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા હાલમાં ગુજરાત પોલીસ માટે ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુકત નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસો તેમજ નવીન પોલીસ સ્ટેશનો મળી કુલ-૫૭ કામો પૂર્ણ કરાયા છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે કરવામાં આવનાર છે. આ તમામ મકાનો રૂ. ૩૪૭.૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. આ મકાનોમાં ૧૮.૫૪ કરોડના ખર્ચે બનેલ અમદાવાદ શહેરની દેવજીપુરા પોલીસ લાઇન તથા ૧૯.૭૬ કરોડના ખર્ચે બને ચાંદખેડા પોલીસ લાઇન, ૩૫.૭૯ કરોડના ખર્ચે બનેલ ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતેના રહેણાંક મકાનો, ૧૩.૪૨ કરોડના ખર્ચે બનેલ રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતેના રહેણાંક મકાનો, ૧૮.૯૦ કરોડના ખર્ચે બનેલ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, ૧૩.૧૨ કરોડના ખર્ચે બનેલ છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી જેવા મોટા પ્રોજેકટ સહિતના ૫૭ મકાનોનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે રાજ્ય પોલીસમાં હાજર મહેકમના આશરે ૮૦ હ્‌જાર કર્મચારીઓની સામે સરકારશ્રી દ્વારા ૪૭ હજાર જેટલા મકાનો પોલીસ કર્મચારીઓને પૂરા પાડવામાં આવેલ છે. આ સેટીસ્ફેકશન રેશિયો ૫૮% જેટલો થાય છે જે સમગ્ર દેશમાં ઉત્તમ છે. હાલમાં પણ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા ૯૮૪૩ મકાનોનું બાંધકામ ચાલી રહેલ છે.

Related posts

શું તમે જાણો છો ક્યા કારણે અમરિન્દર સિંહના નામ આગળ ‘કેપ્ટન’ શબ્દ લાગે છે ?

saveragujarat

ભારતીય નૌકાદળ દિવસ. શું થયું હતું 1971 માં? દરિયાના પ્રખર પ્રહરી ભારતીય નેવીની જાંબાઝ દાસ્તાન

saveragujarat

SMCની સભા પછી ‘આપ’ના સભ્ય રાકેશ હિરપરાનો વિચીત્ર ચાળા પાડતો વીડિયો વાયરલ.

saveragujarat

Leave a Comment