Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દસ્તાવેજ નોંધાવવા સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૩
નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. જંત્રીનો નવો દર ૧૫ એપ્રિલ ૨૦૨૩થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે જૂની જંત્રીના દરથી દસ્તાવેજ નોંધાવવા સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો જાેવા મળ્યો છે. જંત્રીના જૂના દર અમલી રહેતા રાજ્યમાં ફરી દસ્તાવેજ નોંધણી શરૂ થઈ છે. જંત્રીના દરમાં વધારાથી દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં બ્રેક લાગી હતી.૧૫ એપ્રિલથી નવી જંત્રી લાગુ પડશે. તે પૂર્વે જૂની જંત્રીના દરથી દસ્તાવેજાે કરવા માટે અમદાવાદમાં સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો જાેવા મળી રહ્યો છે. આ અંગે ન્યૂઝ૧૮ ગુજરાતીએ સબરજીસ્ટાર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, રોજના ૧૦૦થી વધારે લોકો દ્રારા ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. આ અંગે સોલા સબ રજીસ્ટાર કચેરીના અમરીનબેનનાં કહેવા પ્રમાણે હાલ તો દિવસનાં ૬૩ જયારે બપોર બાદ ૫૦ જેટલાં દસ્તાવેજની નોંધણી થઈ રહી છે. જાેકે, આ નોંધણી પહેલેથી આટલી જ હતી પરંતુ રોજે રોજ ૧૦૦થી વધારે લોકોનો ધસારો બુકિંગ માટેનો છે. માર્ચ મહિનામાં હજુ વધારે દસ્તાવેજની બુકિંગ માટે નોંધણી થશે, અમદાવાદમાં દસ્તાવેજ કરાવવા માટે ઓનલાઈન ડેટ લેવી પડતી હોય છે.સરકારના અચાનક ર્નિણયથી રાજ્યભરના બિલ્ડરોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. બિલ્ડર્સનો દાવો હતો કે, જંત્રીના પગલે મકાનો મોંઘા થશે અને પ્રજા પર ભારણ વધશે. તો બિલ્ડર્સની માગ પર સરકારે સતર્કતા દર્શાવી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જંત્રીની અમલવારીને હાલ પૂરતી મોકુફ રાખવાનો ર્નિણય કર્યો હતો. રાજ્ય સરકારનો દાવો છે કે, પ્રજાના હીતમાં ર્નિણય કરાયો છે. ત્યારે હવે જૂના જંત્રી દર સાથે દસ્તાવેજ નોંધણી કરવાનું કામ શરુ થયુ છે. જેને લઈને સબ રજીસ્ટારની કચેરીમાં ભીડ થઈ રહી છે. આ વચ્ચે બ્રોકર્સને પણ સૌથી વધુ ફાયદો આ ર્નિણયથી થશે.બ્રોકર્સનું માનવું છે કે, અત્યારે જંત્રીના ભાવવધારાને કારણે દસ્તાવેજ જલદી થાય માટે સૌથી વધુ લોકો ઈન્કવાયરી કરી રહ્યા છે. જાેકે, દસ્વાવેજની સામે સૌથી વધુ પ્રશ્ન દસ્તાવેજ મેળવવા માટેની તારીખનો છે. જેમાં ૪થી ૫ દિવસનું વેઈટિંગ છે. આ અંગે બ્રોકર નરેશ દેસાઈનું કહેવું છે કે, મારા આટલાં વર્ષોના અનુભવમાં પહેલી વાર એવું થયું કે ખરીદદારો જલદી દસ્તાવેજ માટે અપીલ કરી રહ્યા છે. જાેકે, દસ્તાવેજ માટે પાર્ટીનું પેમેન્ટ કલીયરન્સ માટેનો ચેક જે બેંકની લોન પર ર્નિભર હોય છે. બેંક લોન આપી પેમેન્ટ કલિયર કરે પછી દસ્તાવેજ માટે જવાનું હોય છે. ખરીદનાર હાલ તો જલ્દીથી પેમેન્ટ કિલયર કરાવી રહ્યો છે. જેથી જૂના જંત્રીના ભાવે દસ્તાવેજ થઈ જાય છે.આ અંગે બ્રોકર સંજય પટેલના કહેવા પ્રમાણે, જૂના જંત્રીના ભાવ અને નવા જંત્રીના ભાવમાં પ્રોપર્ટીની વેલ્યુએશનમાં પણ ઉછાળો આવશે. એટલે કે બેંક જે પ્રોપર્ટી વેલ્યુએશન આપે છે, તે હવે વધી જશે. વેચનાર પાર્ટીને ફાયદો થશે અને ખરીદદાર પાર્ટીને મોટી રકમની લોન અપ્રુવ્ડ થશે. અગાઉ રાતોરાત એટલે કે ૫મી ફેબ્રુઆરીથી જંત્રીનો નવો દર લાગુ કરી દીધો હતો. જેને લઈને બિલડર્સ એસોસિશએશનની નારાજગી પણ જાેવા મળી હતી. જાેકે, નવા જંત્રીના દરની ઝંઝટમાંથી મુક્તિ મળે અને જૂના ભાવે દસ્તાવેજ થઈ જાય એ માટે અમદાવાદીઓ ઉતાવળ કરી રહ્યા છે.

Related posts

બી.જે.પી.પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઇ, પ્રદેશ શહીતના નેતાઓની હાજરી નોંધાઈ.

saveragujarat

મસ્જિદમાંથી નમાજ ચાલુ થતા સ્મૃતિ ઈરાનીએ ભાષણ અટકાવ્યુંં

saveragujarat

બાળકોને વેક્સિન આપવામાં થશે હજુ મોડું, સમગ્ર પ્રક્રિયા આ મુદ્દે અટવાયેલી છે…

saveragujarat

Leave a Comment