Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૨૬મી જાન્યુઆરીએ વિસ્મય શાહને નહીં મળે મુક્તિ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર ઉજવવામાં આવનારા આઝાદી કા અમૃત મહોત્સવના સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી અમુક કેટેગરીના કેદીઓને મુક્તિ આપવામાં આવી રહી છે. ૨૬મી જાન્યુઆરીએ, ગણતંત્ર દિવસે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પણ બે કેદીઓને માફી આપવામાં આવશે. સ્થાનિક અખબાર અમદાવાદ મિરરે જેલના સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે, હિટ એન્ડ રનના આરોપી વિસ્મય શાહ પણ આવા કેદીઓના પ્રાથમિક લિસ્ટમાં સામેલ હતો, જાે કે તેની સામે ત્રણથી વધારે ગુના નોંધાયા હોવાથી અને માફી માટેની શરતોનું પાલન થતું હોવાથી તેનું નામ કેન્સલ કરવામાં આવ્યું હતું. ૨૦૧૩ના રોજ મોડી રાતે જજીસ બંગલો રોડ પાસે વિસ્મય શાહે પોતાની મ્સ્ઉ કારથી બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. શિવાન દવે અને રાહુલ પટેલ નામના બંને યુવકોના ઘટનાસ્થળે મોત થયું હતું. રિપોર્ટ પ્રમાણે, ૨૬મી જાન્યુઆરીએ જેલમાંથી મુક્ત થનારા કેદીઓના પ્રાથમિક લિસ્ટમાં વિસમ્ય શાહનું નામ હતું. જાે કે, ગાંધીનગર પોલીસ દ્વારા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાની હકીકત જાણીને નામ પડતું મૂકાયું હતું. મોટાભાગે મુક્તિ માટેની અરજી કેદી દ્વારા જેલના સત્તાધીશોને આપવાની હોય છે. અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં વિસ્મય શાહના ભાઈ ડો. મોનાક શાહે કહ્યું હતું કે ‘અમને આ પ્રકારની માફી વિશે જાણ નથી, તેથી અમે વિસ્મય તરફથી અરજી કરી નથી. તેણે જેલમાંથી અરજી કરી છે કે કેમ તે અંગે મને જાણ નથી. માફીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અમુક કેટેગરીના કેદીઓને ત્રણ અલગ-અલગ તબક્કામાં મુક્ત કરવામાં આવી રહ્યા છે. પહેલા તબક્કામાં ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આઠ કેદીઓને મુક્ત કરાયા હતા અને હવે બીજા તબક્કામાં ૨૬મી જાન્યુઆરીએ બે કેદીઓને મુક્તિ અપાશે. સાબરમતી જેલના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હિતેશ કાંતી અજમેરી અને રાકેશ મુનિયાને મુક્ત કરવામાં આવશે. માફીના માપદંડો અનુસાર, આ બે આરોપીઓ તેમની અડધી સજા ભોગવી ચૂક્યા છે, તેથી અમે તેમના નામ ગૃહ મંત્રાલયને મોકલ્યા હતા.

Related posts

કૂવામાંથી ૨૪ વર્ષની માતા સાથે દીકરા-દીકરીના મૃતદેહ મળ્યા

saveragujarat

ભાઇએ પોતાની સ્વર્ગવાસ બહેનના સ્મરણાર્થે સિવિલ હોસ્પિટલમાં સતત બીજા વર્ષે રૂ.૭૫ લાખનું ઐતિહાસિક દાન કર્યું

saveragujarat

PM MODI ની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ, જાણો વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

saveragujarat

Leave a Comment