Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીનું મહામંથન

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૬
૨૦૨૨ વિધાનસભા ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે નિરાશાજનક સાબિત થયા છે . કારમા પરાજ્ય બાદ કોંગ્રસ પક્ષે હારના કારણો શોધવા માટે સત્ય શોધક કમિટીની રચના કરી છે. મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નિતીન રાઉત સહિત બે સભ્યોની કમિટીએ ચૂંટાયેલા અને હારેલા ઉમેદવાર સાથે વન ટુ વન મુલાકાત કરી હતી.૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં હારેલા કોંગ્રેસ નેતાઓ ઇવીએમ જવાબદાર ગણાવ્યા હતા. તો કેટલાક ધારાસભ્યો અને ઉમેદવાર પાર્ટી સંગઠન જવાબાદર ગણ્યા હતા. તો આજે પણ પાર્ટીમાં રહી પાર્ટી વિરૂદ્ધ કામ કરનાર સામે પગલા લેવા માંગ કરી હતી. તેમજ આપ પાર્ટી પણ કોંગ્રેસમાં હારનું મોટુ કારણ કમિટી સમક્ષ મુકવામા આવ્યું હતું. વિપક્ષ નેતા ઝડપથી પસંદગી કરવા પણ માંગ ઉઠી હતી.કોંગ્રેસ કાર્યલાય ખાતે વહેલી સવારથી વન ટુ વન કોંગ્રેસના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર સાથે બેઠક ચાલી હતી. દાણીલમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે, ચૂંટાયેલ કોર્પોરેટર અને હોદ્દેદારોએ પાર્ટી વિરુદ્ધની કામગીરી કરી છે. કમિટી સમક્ષ પાર્ટી વિરુદ્ધ કામગીરીના ચિઠ્ઠા ખોલીશ.પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારને સસ્પેન્ડ કરવા જાેઈએ.પાર્ટી વિરુદ્ધ કામ કરનારને સસ્પેન્ડ નહિ કરાય તો હજી વધુ નુકસાન થશે. કોંગ્રેસે ફરીવાર સક્રિય થવું હશે તો કડકહાથે કામ લેવું પડશે.વધુમાં શૈલેષ પરમારે વિધાનસભા વિપક્ષ નેતા પસંદગી પર જણાવ્યુ હતું કે, આગામી બે – ત્રણ દિવસમાં વિપક્ષ નેતા પસંદગી કોકડું ઉકેલી દેવામાં આવશે. વિધાનસભા નિયમ અનુસાર વિધાનસભાના પહેલા સત્રના ૩૦ દિવસમાં પક્ષનો અધિકૃત વ્યક્તિ નામ પસંદગી અધ્યક્ષને સોંપવાની હોય છે. ગત ૨૦ ડિસેમ્બરના રોજ પહેલું સત્ર વિધાનસભાનું મળ્યું હતું, આગામી ૨૦ જાન્યુઆરી પહેલા કોંગ્રેસ નાત્ર પસંદ કરી જાહેરાત કરી દેવામાં આવશે.સાબરમતી વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દિનેશસિંહ મહિડાએ દાવો કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પક્ષ ઇવીએમ મશીનના પગલે હાર થઇ છે. સાથે હાર માટે સંગઠન અને ઇવીએમ બન્ને જવાબદાર છે. કમિટી સભ્યોએ સમગ્ર હારના કારણો અહેવાલ આપ્યો છે.જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યુ હતુ કે, વિપક્ષ નેતા પદ ઝડપથી નિમણૂક કરવી જાેઇએ. સત્ય શોધક કમિટી સમક્ષ વિપક્ષ નેતા ઝડપથી બનાવવા રજૂઆત કરી છે. આગામી ૨ થી ૩ દિવસમાં વિપક્ષ નેતા નિમણૂક થશે. વિધાનસભા ચૂંટણી પરિણામ માટે પાર્ટી સંગઠન જવાબાદર છે. લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ કરવી જાેઇએ. પૂર્વ ધારાસભ્ય અને બાપુનગર કોંગ્રેસ ઉમેદવારે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી હાર બાદ પાર્ટી ગંભીર રીતે પરિણામનું વિમર્શ કરી રહી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ ઘણો સમય રાજ્યમાં આપ્યો હતો . ચૂંટણીમાં બાહુબળ, ધનબળ અને સત્તાનો ભાજપે દુરુપયોગ કર્યો છે. કેજરીવાલના આવવાથી ૫૦ બેઠકો પર કોંગ્રેસને નુકસાન છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ વધુ સમય ફાળવવાની જરૂર હતી. પદ માટે નહિ પરંતુ કામ કરવા માટે આવતા હોય એમને પક્ષમાં સ્થાન આપવું જાેઇએ. વડાપ્રધાનના ચહેરાનો ભાજપને ફાયદો થયો છે.

Related posts

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના નેતા કૃતિ સોમૈયાની અટકાયત ફાટી નીકળી છે

saveragujarat

અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન,અત્યાર સુધીમાં ૫ ઇંચ વરસ્યો

saveragujarat

અમદાવાદમાં મેંઘરાજાની ધમકેદાર બેટીંગમાં ઓગણજમાં દીવલ ધરાશાયી થતાં ત્રણ મજૂરના મોત

saveragujarat

Leave a Comment