Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના નવા ૨૨૮ કેસ, સક્રિય કેસ ૨૫૦૩

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૬
ચીન અને અમેરિકાની સાથે જ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે, હવે સક્રિય કેસોની સંખ્યા વધીને ૨,૫૦૩ થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૫ લોકો કોરોનાથી સાજા થયેલા છે. જે બાદ રિકવરીની કુલ સંખ્યા વધીને ૪,૪૧,૪૬,૩૩૦ થઈ ગઈ છે. આ સાથે, હાલમાં રિકવરી રેટ ૯૮.૮ ટકા છે અને સક્રિય કેસ ૦.૦૧ ટકા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મંગળવારના રોજ કોરોનાના ૧૩૪ નવા કેસ નોંધાયા હતા. ૪ જાન્યુઆરીએ ૧૭૫ નવા કેસ નોંધાયા હતા. આ પછી, ગઈકાલે કોરોનાના ૧૮૮ નવા કેસ નોંધાયા હતા.મંત્રાલયના અહેવાલ મુજબ, દૈનિક સકારાત્મક દર ૦.૧૧ ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે અઠવાડિયાનો સકારાત્મક દર ૦.૧૨ ટકા છે. દેશમાં કુલ ૯૧.૧૭ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૯,૭૩૧ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૪૫૦ ડોઝ આપવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ: ચલણ ફોર ચેન્જ પ્રવૃત્તિ દ્વારા બાળકો માતા-પિતાના ડ્રાઈવિંગ પર નજર રાખશે

saveragujarat

યુવરાજસિંહ જાડેજા સામે ખોટી કલમ લગાવીને ગુજરાતના યુવાનોનો અવાજ દબાવાનો પ્રયાસ ના કરો : (આપ) પ્રવીણ રામ

saveragujarat

બડોલી ગામે ચોર સમજી પકડેલ યુવક અસ્થિર મગજનો નીકળ્યો.

saveragujarat

Leave a Comment