Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નવા વર્ષમાં સોનું ૬૨ હજારને વટાવી જાય તેવી સંભાવના

નવી દિલ્હી, તા.૧
નવા વર્ષ ૨૦૨૩ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બુલિયનના રોકાણકારોને એ જાણવામાં રસ છે કે આગામી વર્ષમાં ગોલ્ડ અને સિલ્વર માર્કેટનો દેખાવ કેવો રહેશે. એક્સપર્ટના માનવા પ્રમાણે સોનું અને ચાંદી બંને નવા વર્ષમાં વધશે અને રેકોર્ડ લેવલ બનાવે તેવી શક્યતા છે. ૨૦૨૩માં સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૬૨,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે જ્યારે ચાંદીનો ભાવ ૮૦,૦૦૦ રૂપિયાને સ્પર્શ કરી શકે છે.
ડોલરમાં પુલબેક જાેવા મળશે અને ફુગાવાનો દર નરમ પડશે.આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર વધારવાનું પણ અટકી જશે. તેના કારણે સોના અને ચાંદીને સૌથી મોટો ફાયદો થાય તેવી શક્યતા છે. સોનું ફરીથી ‘સેફ હેવન’નું બિરુદ પ્રાપ્ત કરશે. ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં પણ તેજી આવવાની શક્યતા છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન ઝિંક, કોપર, એલ્યુમિનિયમ, ક્રૂડ ઓઈલ જેવી અન્ય કોમોડિટીના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. ICICI ડાયરેક્ટે જણાવ્યું કે ૨૦૨૩માં સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૬૨,૦૦૦ પર પહોંચી કે છે.US FED દ્વારા હવે વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. આ ઉપરાંત ૨૦૨૩માં ગ્લોબલ ગ્રોથમાં પણ સુધારો થવાની શક્યતા છે. તેના કારણે પીળી ધાતુની માંગ વધશે. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં ચાંદીની માંગમાં વધારો થશે.બ્રોકરેજની નોટમાં જણાવાયું હતું કે બજારમાં મંદી આવવાના ભય વચ્ચે સોનાની ખરીદીમાં ઉછાળો આવશે. ૨૦૨૨માં વ્યાજદરમાં વધારા અને ડોલરની મજબૂતીના કારણે ગોલ્ડ ઈટીએફની માંગ પણ નરમ હતી. પરંતુ હવે ગોલ્ડ ઈટીએફમાં નવી માંગ જાેવા મળશે જેના કારણે સોનાના ભાવને સપોર્ટ મળશે.૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ ૪૦૦ ટન સોનાની ખરીદી કરી હતી જે અત્યાર સુધીની સૌથી ઉંચી ડિમાન્ડ છે.
આ ટ્રેન્ડના કારણે સેન્ટ્રલ બેન્ક તેના ભંડારમાં સોનાનો ઉમેરો કરવાનું ચાલુ રાખશે તેમ માનવામાં આવે છે.હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હોવા છતાં ક્રૂડ ઓઈલ માર્કેટને ૨૦૨૨માં મોટો ફટકો પડ્યો છે. ગયા વર્ષમાં ઉત્પાદન અને ડિમાન્ડ વચ્ચે સંતુલન થઈ ગયું હતું. પરંતુ ૨૦૨૩માં ચીનનું બજાર સંપૂર્ણપણે ખુલી જવાનું છે. તેના કારણે ગ્લોબલ ઓઈલના વપરાશમાં ફરી એક વખત તેજી આવશે, મોબિલિટીમાં વધારો થશે અને તેનાથી ચીનમાં ક્રૂડ ઓઈલની આયાતને વેગ મળે તેવી શક્યતા છે. એમસીએક્સ પર ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ ૭૮૫૦ રૂપિયા થવાની શક્યતા છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ૬૧માં જન્મદિવસ નિમિત્તે અડાલજ ત્રિમંદિર પહોંચી પૂજા આરાધના કરી

saveragujarat

યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી આશ્વાસન આપતા અધિકારીશ્રીઓ

saveragujarat

સેન્સેક્સમાં ૩૧૭, નિફ્ટીમાં ૯૨ પોઈન્ટનો કડાકો થયો

saveragujarat

Leave a Comment