Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ થતા ૭નાં મોત

સવેરા ગુજરાત અમરાવતી,તા.૨૯
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુની અહીં કંદુકુર ખાતે રોડ શો દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન સાત લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેમજ ઘણા લોકો ઘાયલ થતાં તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસનું કહેવું છે કે જાહેર સભા દરમિયાન ટીડીપી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન નાસભાગમાં ટીડીપીના સાત કાર્યકરોના મોત થયા હતા. ઘાયલોને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ રોડ શો આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ વતી કરવામાં આવી રહ્યો હતો. આ એપિસોડમાં નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યોજાયેલી મીટિંગ દરમિયાન ટીડીપી કાર્યકર્તાઓ કોઈને કોઈ મુદ્દે એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશે ટ્‌વીટ કરીને લખ્યું, ટીડીપી કાર્યકર્તાઓનું મૃત્યુ પાર્ટી માટે મોટું નુકસાન છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલોને સારી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હું તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. તેલુગુ દેશમ પાર્ટી મૃતકોના પરિવારોને તમામ રીતે સમર્થન કરશે. દરમિયાન, આંધ્રપ્રદેશના મ્ત્નઁ રાજ્ય મહાસચિવ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, ‘એપીના કાંડુકુરુમાં ્‌ડ્ઢઁની જાહેર રેલીમાં નાસભાગમાં ૭થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હું રૂજીઇ કોંગ્રેસ પાર્ટી સરકારને વિનંતી કરું છું. જલદી તબીબી સહાય પૂરી પાડવામાં આવે. હું ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું અને પીડિતના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.

Related posts

પહેલી વખત ધારાસભ્યોની યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ

saveragujarat

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત બન્યા ભારતના ૪૯મા ચીફ જસ્ટિસ

saveragujarat

લમ્પી વાયરસના કારણે દેશભરમાં ૫૮ હજારથી વધુ ગાયોના મોત

saveragujarat

Leave a Comment